Site icon hindi.revoi.in

આંધ્રપ્રદેશની આ રેસ્ટોરન્ટ્સમાં છે ભારતીયો પર પ્રતિબંધ, જાણો શું છે કારણ!

Social Share

આંધ્રપ્રદેશના અનંતપુરા જિલ્લામાં આવેલા પેનુકોંડા અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. જી હાં, ભારતની ધરતી પર જ આવેલી આ રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોને જ ખાવા-પીવાથી રોકવામાં આવે છે. ‘ધ વાયર’ના રિપોર્ટ પ્રમાણે, આ રેસ્ટોરન્ટ્સ કોરિયાની પ્રખ્યાત કંપની કિયા મોટર્સના પ્લાન્ટ પર આવેલી છે, તેમાં ફક્ત કોરિયન લોકોને જ જવાની પરવાનગી છે.

જ્યારે પ્લાન્ટમાં હાજર રેસ્ટોરન્ટના મેનેજરને પૂછવામાં આવ્યું કે આખરે અહીંયા ભારતીયોને ખાવા-પીવાની પરવાનગી કેમ નથી, તે તેના પર તેમણે કંપનીની પોલિસીનો હવાલો આપ્યો. ધ વાયરના રિપોર્ટ પ્રમાણે, આ રેસ્ટોરન્ટ્સમાં જે પણ ભારતીય જવાનો પ્રયત્ન કરે છે, તે માયૂસ થઈને પાછો ફરે છે.

પેનુકોંડાના એક નિવાસીએ આ મામલે વિસ્તારપૂર્વક જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, ‘જ્યારથી અહીંયા કિયા મોટર્સનો પ્લાન્ટ શરૂ થયો છે ત્યારથી અહીંયા કોરિયન લોકોની સંખ્યા વધી છે. કોરિયન લોકો અહીંના મકાન માલિકોને સારું ભાડું ચૂકવે છે. તેઓ પોતાના રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોને એટલા માટે નથી ઘૂસવા દેતા કારણકે તેમને લાગે છે કે તેમની સંસ્કૃતિ આપણા કરતા ઘણી અલગ છે. તેમણે અહીંયા કોરિયન ભાષામાં અલગ-અલગ ડિસ્પ્લે બોર્ડ્સ લગાવ્યા છે જેને જોઇને અમને કશી જ ખબર નથી પડતી. એટલે સુધી કે કોરિયન ભાષા શીખવા માટે એક યુનિવર્સિટી પણ ખોલવામાં આવી છે.’

ધ વાયરના જણાવ્યા પ્રમાણે, પેનુકોંડા અને આસપાસના વિસ્તારના લોકો તેમની સાથે થઈ રહેલા ભેદભાવ વિરુદ્ધ એટલા માટે અવાજ નથી ઉઠાવતા કારણકે તેમને કોરિયન લોકો સારું ભાડું આપે છે. જોકે આ પહેલા એક સ્થાનિક નાગરિકે ફરિયાદ કરતા એક રેસ્ટોરન્ટ તો બંધ થઈ ચૂકી છે.  

Exit mobile version