Site icon Revoi.in

ભારતીય એમ્પાયર અનંત પદ્મનાભન અમ્પાયર્સની ઇન્ટરનેશનલ પેનલમાં સામેલ, આઈસીસીમાં ભારતની વધું એક સિદ્ધિ

Social Share

અમદાવાદ:  ભારતના ક્રિકેટરો તો પોતાની પ્રતિભાથી દેશ દુનિયામાં ભારતનું નામ તો રોશન કરી જ રહ્યા છે પણ હવે એમ્પાયર પણ તે લીસ્ટમાં આવી રહ્યા છે.  આઈપીએલ અને રણજી ટ્રોફીમાં અમ્પાયરિંગ કરી ચુકેલા ભારતીય એમ્પાયર અનંત પદ્મનાભનની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અમ્પાયર્સની ઇન્ટરનેશનલ પેનલમાં સ્થાન મળ્યું છે.

ભારતમાં થોડા સમય પહેલા યુવા એમ્પાયર નીતિન મેનનને અમ્પાયર્સ એલીટ પેનલમાં સ્થાન મળ્યું હતું. અનંત પદ્મનાભન IPLમાં અને રણજી ટ્રોફી અમ્પાયરિંગ કરે છે. તે ગઈ રણજી ટ્રોફીની ફાઇનલમાં અમ્પાયર હતા. સૌથી અત્યંત મહત્વની વાત એ છે કે અનંત હવે આ પેનલમાં શમશુદ્દીન, અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્મા પછી ચોથા ભારતીય હશે. ઇન્ટરનેશનલ પેનલના એમ્પાયર તરીકે તેઓ હવે વનડે અને T-20 તેમજ જુનિયર વર્લ્ડ કપમાં કરશે.

પોતાના જીવનમાં મળેલી આ સફળતા બાબતે અનંત પદ્મનાભને જણાવ્યું કે “હું લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યો હતો. હું જાણતો હતો કે હું ચોક્કસપણે સ્થાન મેળવીશ. હું દેશ માટે રમી શક્યો નહીં, તેનું થોડું દુઃખ છે.” મહત્વનું છે કે કેરળના પૂર્વ કેપ્ટન અને લેગ સ્પિનર ​​અનંતે 105 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 344 વિકેટ ઝડપી છે.

VINAYAK_