Site icon hindi.revoi.in

ભારતનું PSLV C-49 ભારતનો EOS-01 ઉપગ્રહ સહિત અન્ય 9 દેશોના ઉપગ્રહને અવકાશમાં મુકવા માટે રવાના

Social Share

શ્રીહરીકોટા:  ઈસરો દ્વારા એક પછી એક સિદ્ધી હાંસલ કરવામાં આવી રહી છે ત્યારે ભારતે PSLV C-49 દ્વારા પોતાનો EOS-01 ઉપગ્રહને અવકાશમાં મોકલ્યો છે. ભારતે પોતાના ઉપગ્રહની સાથે અન્ય નવ દેશોના ઉપગ્રહોને પણ અવકાશમાં મોકલ્યા છે. આજે સવારે જ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV C-49માં ઈંધણ ભરવાનું કામ પુર્ણ કરવામાં આવ્યું છે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોએ બપોરે 3.12 વાગે સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી EOS-01 લોન્ચ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે PSLV દ્વારા જે નવા સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે તેના દ્વારા પૃથ્વી પર દેખરેખ વધુ સારી રહેશે. આ સેટેલાઈટ વાદળોની વચ્ચે પણ પૃથ્વીને જોઈ શકે છે અને સ્પષ્ટ ફોટો પાડીને મોકલી શકે છે. દિવસ હોય કે રાત, તે ગમે ત્યારે ફોટો પાડીને મોકલી શકે છે, જે મોનિટર કરવા માટે ખૂબ મદદરૂપ થશે.

જો વાત કરવામાં આવે આ વેરિયન્ટ રોકેટની તો પ્રથમવાર આ રોકેટનો ઉપયોગ 24 જાન્યુઆરી 2019ના રોજ ઓર્બિટ માઇક્રોસેટ આર સેટેલાઇટમાં કરવામાં આવ્યો હતો.

ટેક્નિકલ જાણકારી મુજબ PSLV એ ચાર સ્ટેજ / એન્જિન રોકેટ છે, જે સોલિડ અને લિક્વિડ ઇંધણ દ્વારા વૈકલ્પિક રૂપથી છ બૂસ્ટર મોટર્સ સાથે સંચાલિત કરવામાં આવે છે. જે  પ્રારંભિક ઉડાન દરમિયાન ઉંચી ઝડપે પહોંચાડવા માટે પ્રથમ તબક્કે સ્ટ્રેપ થાય છે. આ સેટેલાઇટના લોન્ચનું સીધું પ્રસારણ ઇસરોની વેબસાઇટ, યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર ચેનલો પર જોઇ શકાય છે.

_Vinayak

Exit mobile version