Site icon Revoi.in

ભારતીય રેલ્વે હવે વ્યસ્ત સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસુલશે – ટિકિટના દરોમાં થશે વધારો

Social Share

ભારતીય રેલ્વે હવે ટૂંક સમયમાં વિમાનોના વધેલા ભાડાની જેમ સાથે વધુ વ્સય્ત રહેતા સ્ટેશનો પર યાત્રીઓ પાસેથી ‘યુઝર ચાર્જ’ લેવાનું શરૂ કરશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ બી.કે. યાદવ એ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દરેક યાત્રીઓને સારી સુવિધાઓ મળે તે માટે આવક વધારવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમલ થયા પછી પહેલીવાર બનશે કે જ્યારે રેલ્વેના મુસાફરો પાસેથી આ પ્રકારની ફી વસુલ કરશે.

યાદવે આ બાબતે કહ્યું કે, આ ફી નજીવી રહેશે અને તે દેશના સાત હજાર જેટસા રેલ્વે સ્ટેશનોમાંથી માત્ર 10 થછી 15 ટકા પર જ લાગુ કરવામાં આવશે. અધ્યક્ષે કહ્યું કે, રેલ્વે થકી ખૂબ જ ઓછો યૂઝર્સ ચાર્જ વસુલવામાં આવશે. સમગ્ર બાબતે બધા સ્ટેશનો જે ફરીથી વિકાસ પામી રહ્યા છે અને જે નથી પામી રહ્યા તે પ્રમાણે યૂઝર્સ ચાર્જ વિશે સૂચના જાહેર કરવામાં આવશે,

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘યુઝર ચાર્જ’ દરેક એટલે કે સાત હજાર સ્ટેશનો ઉપરથી લાગુ કરવામાં આવશે નહીં, પરંતુ ફક્ત એવા સ્ટેશનો પર આ ચાર્જ લાગુ કરાશે કે જ્યા છેલ્લા 5 વર્ષમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો માત્ર 10-15 ટકા સ્ટેશનો પરથયો હોવાથી ત્યાર આ વધુ ફી વસુલ કરવામાાં આવશે.

આ સમગ્ર નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દેશમાં રેલ ભાડામાં સંભવિત વધારો અને રેલ ક્ષેત્રે ખાનગી કંપનીઓ ખાનગીકરણ થી રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે, “હું માનું છું કે પાત્રતા ખાતરી કરશે કે આવનારા સમયમાં, રેલ્વેમાં પેસેન્જર ભાડૂ અને નૂર ઘટાડવામાં આવશે. ”

સાહીન-