Site icon Revoi.in

ભારતીય રેલ્વે હવે ખેડૂતો માટે દોડાવાશે ‘કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન’

Social Share

ભારતીય રેલ્વે દ્રારા અવનવી પહેલ કરવામાં આવી રહી છે, દેશમાં ખેડૂતના વ્યવસાયને વધારવા માટે પણ રેલ્વે વિભાગ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે , કોરોના મહામારીમાં પણ રેલ્વે વિભાગે મહત્વનો ફાળો આપ્યો છે,ત્યારે હવે ખેડૂતો માટે ભારતીય રેલ્વે કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડાવશે,મધ્ય રેલ્વે એ ખેડૂતોની સુવિધા માટે દેવલાલી અને દાનાપુર વચ્ચે ખેડૂત સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

રેલ્વેના જણઆવ્યા પ્રમાણે આ ટ્રેનના માધ્યમથી ખેડૂત પોતાના ખેતરમાં પાકતા ફળો,શાકભાજી અને અન્ય ખાદ્ય વસ્તુઓનું બુકિંગ કરાવી શકે છે,આ ખેડૂત સ્પેશિયલ પાર્સલ ટ્રેન 7 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દર શુક્રવારના રોજ દેવલાલીથી દાનાપુર તરફ રવાના કરાશે,જ્યારે દાનાપુરથી દેવલાલી તરફ દર રવિવારે  રવાના થશે.

કિસાન સ્પેશિયલ ટ્રેન દેવલાલીથી 7 થી 28 ઓગસ્ટ સુધી દર શુક્રવારે સવારે 11 વાગે ઉપડશે અને તેના બીજા દિવસે 18.45 વાગ્યે દાનાપુર પહોંચશે,જ્યારે કિસાન સ્પેશિય પાર્સલ ટ્રેન 9 થી 30 ઓગસ્ટ સુઘી રવિવાર બપોરે 12 વાગ્યે દાનાપુરથી રવાના થશે અને બીજા દિવસે 19-45 વાગ્યે દેવલીલી સ્ટેશન પર આવી પહોંચશે

આ ખેડૂતો માટેની ટ્રેનની ખાસીયત

ખેડૂત સ્પેશિયલ ટ્રેનમાં 10 પાર્સલ વેન અને એક લગેજ બ્રેક વેન હશે,આ ટ્રેન નાસિક રોડ,મનમાડ,ભુસાવલ,બુરહાનપુર, ખંડવા,ઈટારસી
,જબલપુર,સતના,માનિકપર,પ્રયાગરાજ છિઓકી,પંડિત દિન દયાલ ઉપાધ્યાય જંક્શન અને બક્સર સ્ટેશન પર વિરામ લેશે,રેલવેના જણાવ્યા પ્રમાણે જો ખેડૂતોની માંગણી હશે તો ગાડીના રોકાવવાના સ્ટેશનોને પણ વધારી દેવામાં આવશે,આ માટેના બુકિંગ માટે ખેડૂતો અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે છે.

સાહીન-