Site icon Revoi.in

ભારતીય રેલ્વેની નવી સેવા- સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કોન્ટેક્ટલેસ ટિકિટની યોજનાનો થશે અમલ

Social Share

સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે ત્યારે કોરોનાને પહોંચી વળવા માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.ત્યારે હવે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાના હેતુસર ભારતીય રેલ્વે દ્રારા એક નવી યોજના અમલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય રેલ્વેના અથાગ પ્રયત્નો હેઠળ લોકો દ્રારા સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવાય તેથી તમામ યાત્રીઓને ક્યૂઆર કૉડવાળી કોન્ટેક્ટલેસ એટલે કે સંપર્ક વગરની ટિકિટ આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર કે ટ્રેનમાં આ ટિકિટને સ્કેન કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે,જેનાથી લોકો એકબીજાના સંપર્કમાં નહીવત જોવા મળશે.

હાલ રાજ્ય ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજ સ્ટેશન પર આ પ્રકારની વ્યવસ્થઆ શરુ કરવાની માહિતી મળી છે, માહિતી રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી કે યાેવ દ્રારા આ વિતગની જાણકારી આપવામાં આવી છે,

હવે જે રીતે એરપોર્ટની સિસ્ટમ હતી તેજ રીતે હવે રેલવેમાં પણ ક્યૂઆર કૉડ ધરાવતી ટિકિટ આપવામાં આવશે,આ સાથે જ મળતી માહિતી પ્રમાણે આજના સમયમાં 80 ટકાથી વધુ ટિકિટો ઓનલાઇન બુક થતી હોય છે. ત્યારે હવે દરેક ઉતારુને ક્યૂઆર કૉડવાળી કોન્ટેક્ટલેસ ટિકિટની સુવિધા અપાશે।

આ માટે રેલ્વે સ્ટેશનના કાઉન્ટર પર જે વ્યક્તિ ટિકિટ લેશે તેના ફઓનમાં એક મેસેજ આવશે, આ મેસેજમાં ક્યૂઆર કૉડની લીંક હશે જેને ઓપન કરવાની સાથે જ ક્યૂઆર કૉડ જોઇ શકાશે. સ્ટેશન પર કે ટ્રેનમાં ટિકિટ ચેકર પાસે એેક નાનકડું સાધન અથવા મોબાઇલ ફોન હશે જેના મારફત જે તે યાત્રીઓની ટિકિટનો કૉડ સ્કેન કરવામાં આવશે,જેથી ટિકિટ સંપર્કમાં આવ્યા વગર જ ચેક કરાશે,આ સાથે જ આવનારા સમયમાં પેપરલેસ ટિકિટની યોજનાને અમલમાં લાવવા માટે આ ક્યૂઆર કોટવાળઈ સિસ્ટમને હાલ અમલમાં મૂકવામાં આવી છે.

સાહીન-