Site icon Revoi.in

ભારતીય નૌસેનાએ ડીપ સબમરીન રેસ્ક્યૂ વ્હીકલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

ભારતીય નૌસેનાએ ડીપ સબમરીન રેસ્ક્યૂ વ્હીકલ (ડીએસઆરવી)નું સફળ પરીક્ષણ કરીને પાણીની અંદર જ કર્મચારીઓને સબમરીનમાંથી સ્થાનાંતરીત કર્યા છે. ડીએસઆરવી અને કિલો દરજ્જાની સબમરીન આઈએનએસ સિંધુરાજની વચ્ચે સજીવ અંતર્સમ્બંધ પરીક્ષણ બીજી જૂને પૂર્વીય સમુદ્રતટ પર કરવામાં આવ્યું છે.

તે વખતે આઈએનએસ સિંધુરાજ સંકટગ્રસ્ત જહાજની જેમ પાછળ ચાલી રહી હતી. પાણીની અંદર જ સિંધુરાજના ક્રમચારીઓને ડીએસઆરવીમાં લેવામાં આવ્યા અને તેમને સુરક્ષિત જમીન પર લાવવામાં આવ્યા હતા. ભારતીય નૌસેનાએ મહાસાગરની અંદર કર્મચારીઓના સ્થાનાંતરણ કરવાની નવી ક્ષમતા પ્રાપ્ત કરી છે.

આના પહેલા સબમરીન સંબંધિત કટોકટીથી નિપટવામાં મદદ મળશે. નૌસેનાએ કહ્યું છે કે આખી પ્રક્રિયા ભારતીય સદસ્યોએ કરી અને તેના પ્રશિક્ષણના તબક્કાને પૂર્વ તટ પર પૂર્ણ કરવામાં આવ્યો. સબમરીન પર બંને યાનોના અંતર્સમ્બંધ કરવામાં આવ્યા, તેને ભારતીય નૌસેના સબમરીન ડિઝાયનર પ્રમાણિત કરાઈ હતી. આ પણ એક નવી ક્ષમતા છે. જેને ભારતીય નૌસેનાએ તાજેતરમાં પ્રાપ્ત કરી છે.

તેનો ઉદેશ્ય ખુદને હિંદ મહાસાગરના ક્ષેત્રમાં મુખ્ય સબમરીન રક્ષકમાં સામેલ કરવાનો છે. ભારતીય નૌસેનાએ પોતાના પહેલા ડીએસઆરવીને 2018માં નૌસૈન્ય બેડામાં સામેલ કર્યું હતું. ડીએસઆરવી સમુદ્રતળમાં સબમરીનને મળે છે. તેના પછી સબમરીનના કર્મચારીઓને સ્થાનાંતરીત કરવા માટે હેચ ખોલે છે.

નૌસેનાએ આ પ્રક્રિયાને ઐતિહાસિક ગણાવી છે, જેના પછી ભારતીય નૌસેના હિંદ મહાસાગર ક્ષેત્રમાં સબમરીન રક્ષક તરીકે ઉભરશે. નૌસેનાની સબમરીનો સાથે ઘણી દુર્ઘટનાઓ થઈ ચુકી છે. તેમાં ઓગસ્ટ – 2013માં સિંધુરક્ષકની દુર્ઘટના પણ થઈ હતી. જેમાં વિસ્ફોટ બાદ 17 કર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.