Site icon hindi.revoi.in

ભારતની મીડિયાને મળી જાણકારી, 380થી વધારે આતંકવાદીઓને આપવામાં આવી રહી છે ટ્રેનિંગ

Social Share

અમદાવાદ:  આતંકવાદી પ્રેમી દેશ પાકિસ્તાન આતંકવાદને લઈને અવાર-નવાર અન્ય દેશોની નજરમાં આવતું રહે છે. આ વખતે ભારતની એક મીડિયાના સૂત્રોથી જાણકારી મળી રહી છે કે પાકિસ્તાનની આર્મી અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારમાં 380થી વધારે આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહી છે જેમાં તાલીબાની, અફઘાની અને પઠાની લોકો સામેલ છે.

સૂત્રોના આધારેથી મળતી જાણકારી અનુસાર આતંકવાદીઓને સ્પેશિયલ સર્વિસ ગ્રૃપના કમાંડો ટ્રેનિંગ આપી રહ્યા છે અને ટ્રેનિંગ બાદ આ આતંકવાદીઓને અંજામ આપવા માટે પીઓકેમાં પણ લાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર પાકિસ્તાની આર્મી દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘુસાડવામાં આવી શકે એમ છે.

જો કે જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારથી લઈને પાકિસ્તાન દ્વારા બદલો લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં થોડા દિવસ પહેલા જ આર્ટિકલ 370ને નાબૂદ કરવાને એક વર્ષ પૂર્ણ થયું છે અને જમ્મુ અને કાશ્મીરનો વિકાસ પાકિસ્તાનથી જોવાતો નથી. ભારતની આર્મી પણ જમ્મુ અને કાશ્મીરમાં સતર્ક છે અને પાકિસ્તાનના આતંકવાદીઓને જવાબ આપવામાં સક્ષમ છે જેમાં 150થી વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

_VINAYAK

Exit mobile version