જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને નાબૂદ કરવાના અને રાજ્યના પુનર્ગઠન કરવાના નિર્ણય વચ્ચે એલઓસી પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. જો કે આ કોશિશને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે.
ભારતીય સેના પ્રમાણે, માછિલ સેક્ટરમાં ગત રાત્રે અઢી વાગ્યે પાંચથી છ આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી.
ભારતીય સીમામાં આ આતંકવાદીઓ 500 મીટર સુધી ઘૂસી આવ્યા હતા. પરંતુ ભારતીય સેનાએ ત્વરીત કાર્યવાહી કરીને આતંકીઓને ખદેડયા હતા.
આતંકવાદીઓને ખદેડવાની કાર્યવાહીમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે.