Site icon hindi.revoi.in

ભારતીય સેનાને હિમાલયમાં મળ્યા 32 ઇંચ લાંબા પગલાંના નિશાન, અનુમાન છે કે હિમમાનવના હોઈ શકે

Social Share

ભારતીય સેનાને હિમાલયમાં 32 ઇંચ લાંબા અને 15 ઇંચ પહોળા પગલાંના નિશાન મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હિમમાનવના હોઈ શકે છે, જેનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં મળી આવે છે. સેના તરફથી બરફ પર પગલાના નિશાનની તસવીરો સોમવારે ટ્વિટર અકાઉન્ટ પર શેર કરવામાં આવી. આર્મીના જણાવ્યા પ્રમાણે, આ રહસ્યમયી પદચિહ્નો 9 એપ્રિલના રોજ સેનાદળને મકાલુ બેઝકેમ્પ પાસે જોવા મળ્યા હતા. પહેલા પણ મકાલુ-બરુન નેશનલ પાર્કમાં હિમમાનવની હાજરીના દાવાઓ કરવામાં આવી ચૂક્યા છે.

આર્મી દ્વારા તસ્વીરો પોસ્ટ કર્યા પછી હિમમાનવના અસ્તિત્વને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ ગઈ છે. યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે કે ક્યાંક આ કોઈ પ્રેન્ક (મજાક) તો નથી. ફક્ત પગના નિશાન જ કેમ શેર કર્યા? કેટલાક લોકોએ કહ્યું કે કદાચ ભારતીય સેનાનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે.

ભાજપ નેતા તરૂણ વિજયે કહ્યું, અમને સેના પર ગર્વ છે, પરંતુ યેતિને રહસ્યમયી ન કહેવામાં આવે, તે હિમમાનવ છે. હિમાલયમાં યેતિની હાજરીને લઈને અલગ-અલગ દાવાઓ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે યેતિ માણસ અને વાનર જેવા દેખાય છે, જે સામાન્ય માણસ કરતા ઘણા મોટાં હોય છે. તેમને હિમાલયના અસલી રહેવાસીઓ માનવામાં આવે છે. જોકે, હજુ સુધી તેમની હાજરીના મજબૂત પુરાવાઓ મળ્યા નથી.

Exit mobile version