- પાકિસ્તાની બેટની ઘૂસણખોરીનો વીડિયો કરાયો જાહેર
- કેરન સેક્ટરમાં પાકિસ્તાની બેટ દ્વારા કરાઈ હતી ઘૂસણખોરી
- સેનાએ બેટના 5 આતંકીઓને કર્યા હતા ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમની ઘૂસણખોરીની એક કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી.
ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં પાકિસ્તાની બેટ સ્ક્વોર્ડ દ્વારા ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની બેટની કોશિશોને નિષ્ફળ બનાવવામાં આવી હતી.
આના સંદર્ભે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની સેનાના રેગ્યુલર્સ અને-અથવા ટેરેરિસ્ટ હથિયારો સાથેની લાશો દેખાઈ રહી છે.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને ભારતીય જવાનોને નિશાન બનાવીને તેમની નિર્મમતાથી હત્યા કરવાની ફિરાકમાં રહે છે. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમમાં પાકિસ્તાની રેગ્યુલર્સ-કમાન્ડો સિવાય પાકિસ્તાનના આતંકી નેટવર્કમાં સામેલ આતંકવાદીઓ પણ હોય છે.
2013માં ભારતીય સૈનિકનું માથું કાપવાની ઘટના બની હતી અને તેના પછી પણ એકાદ વખત ભારતીય સૈનિકના મૃતદેહને ક્ષત-વિક્ષત કરવાનું કામ પાકિસ્તાની બેટ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે ભારતીય સેના સૈનિકના સ્થાને આતંકી-હત્યારા બનીને આવતી પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમને ખૂબ જ કડકાઈથી જવાબ આપી રહી છે. આ વીડિયો તેનો પુરાવો છે.