Site icon hindi.revoi.in

લડાખમાં ભારતીય અને ચીન સેનાના સૈનિકો સામસામેઃસૈનિકો વચ્ચે પરસ્પર ધક્કામૂક્કી

Social Share

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બુધવારના રોજ ભારતીય સેનાના જવાન પૈગૉન્ગ લેકના કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે થયો હતો.જો કે ત્યાર બાદ આ બન્ને પક્ષો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનની સેના ભારતીય જવાનોની ઉપસ્થિતિનો વિરોધ કરી રહી હતી, આ સમયદરમિયાન  બન્ને સેનાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.ત્યાર બાદ સરહદ પર સેનાના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ચીન બોર્ડર પર ભારતીય સેના ઓક્ટોબર મહિનામાં ઓક મોટો યુદ્ધનો અભ્યાસ કરવા જઈ રહી છે,ભારતીય સેનાની માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 5 હજારથી પમ વધુ જવાનો ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં વાયુ સેના સાથે યુદ્ધની તાલુમ લેશે,ચીનની બોર્ડર પર ભારતીય સેનાનું આ પ્રથમ યુદ્ધની તાલિમ હશે.સેનાના એક સુ6 પાસેથી મળતિ માહિતી મુજબ તેજપુર સ્થિત 4 કોરને હાઈ અલ્ટીટ્યૂડ પર આપણી સેનાની રક્ષા કરવા માટે તૈનાત કરવામાં આવશે જ્યારે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર માટે 2500 જવાનોને એર ફોર્સ એરલિફ્ટ કરશે,સ્ટ્રાઈક કોરના જવાનો આ અભ્યાસમાં 4 કોરના જવાનો પર હુમલો કરશે.આ રીતે ભારતૂય સેનાના જવાનો યૂદ્ધની તાલિમ મેળવશે.

આ વર્ષે જુલાઈમાં ભૂટાને દાવો કર્યો હતો કે 2017માં ડોકલામમાં એત સડક નિર્માણને લઈને ચીન અને ભારતના સૈનિકો એકબીજાના સામસામે આવી ગયા હતા, સમય દરમિયાન સોનાઓમાં તણાવની સ્થિતી સર્જાય હતી,લાંબા સમય સુધી ચાલેલા ડોકલામ વિવાદે બન્ને દેશોના વિવાદમાં વધારો કર્યો હતો.અને સરહદના વિવાદમાં વધારો કર્યો હતો,જો કે હવે બન્ને દેશો વચ્ચેના સંબંધોને સ્થિર રાખ્યા છે.

Exit mobile version