- અમેરિકન મીડિયાના એક વર્ગનું પક્ષપાતપૂર્ણ વલણ
- કાશ્મીર મામલે અમેરિકન મીડિયામાં થઈ રહ્યો છે પક્ષપાત
- ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાની મહત્વપૂર્ણ ટીપ્પણી
અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે અમેરિકન મીડિયાનો એક વર્ગ ખાસ કરીને ઉદારવાદી વર્ગ કાશ્મીર પર એકતરફી તસવીર દર્શાવી રહ્યું છે અને આવું એવા પક્ષોના કહેવા પર કરાઈ રહ્યં છે કે જે ભારતીય હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
ભારતીય રાજદૂત હર્ષવર્ધવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે ભારત દ્વારા ગત મહીને જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાનો નિર્ણય લોકોની ભલાઈ માટે કરવામાં આવ્યો છે.
પીટીઆઈને આપવામાં આવેલા સાક્ષાત્કારમાં ટોચના ભારતીય રાજદ્વારીએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાવાળી કલમ-370ને અરાજકતાવાદી જોગવાઈ ગણાવી છે. જેનાથી અર્થવ્યવસ્થાનો શ્વાસ રુંધાઈ રહ્યો હતો અને પાકિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન મળી રહ્યું હતું. તેમણે કહ્યુ છે કે દુર્ભાગ્યવશ, અમેરિકામાં મીડિયામાં એક વર્ગ, ખાસ કરીને ઉદારવાદી વર્ગે પોતાના જ કારણોતી મુદ્દાનું આ પરિદ્રશ્ય સામે લાવવાનો વિકલ્પ પસંદ કર્યો નથી. જ્યારે આ પરિદ્રશ્ય બેહદ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યુ છે કે આના સિવાય તે તસવીરના એ પાસા પર ફોકસ કરી રહ્યા છે, જેને એ પક્ષો દ્વારા આગળ વધારવામાં આવ્યા છે, જે અમારા હિતો સાથે વેર ધરાવે છે.
શ્રૃંગલાએ કહ્યુ છે કે તેમણે અને અહીં ભારતીય દૂતાવાસે ભારત સંદર્ભે તથ્યાત્મક સ્થિતિને લને કોંગ્રેસના સાંસદ, સેનેટરો અને થિંક ટેન્ક સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે એક વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. ભારતીય રાજદૂત પ્રમાણે, કાશ્મીરમા તાજેતરના પરિવર્તનથી માહોલ સારો થશે અને આ પગલું જમ્મુ-કાશ્મીરના લોકોના હિતમાં હશે. તેમણે કહ્યુ છે કે આનાથી રાજ્યના લોકોને પોતાના અધિકારો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. જાથી તેઓ દશકાઓથી વંચિત હતા.
શ્રૃંગલાએ કહ્યુ છે કે આ વિચારથી અમે લોકોને રૂબરૂ કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તેમણે ગત સપ્તાહે યૂટ્યૂબ પર એક લાંબો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીરના દરજ્જામાં પરિવર્તનોના વાસ્તવિક કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.