Site icon hindi.revoi.in

મેક ઈન ઈન્ડિયા હેઠળ 170 એરક્રાફ્ટ્સ માટે 1.5 લાખ કરોડની ડીલ કરશે વાયુસેના

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાની સાથે જ ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી વિલંબિત પડેલા બે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સને આખરી ઓપ આપવામાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય વાયુસેનાને 170 એરક્રાફ્ટ્સ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળવાની શક્યતા છે. જો કે બાકીના 114 ફાઈટર જેટ આગામી કેટલાક વર્ષોમાં વાયુસેનાની ટુકડીમાં સામેલ થશે.


સૂત્રો મુજબ, સપ્ટેમ્બરમાં ફ્રાંસ પાસેથી 59 કરોડ રૂપિયાના કરાર હેઠળ પહેલા તબક્કામાં ચાર રફાલ ફાઈટર જેટ્સ પ્રાપ્તથવાના છે. વાયુસેના 114 ફાઈટર જેટ્સના પ્રોજેક્ટ્સની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ માટે પણ કોશિશ કરી રહી છે. તે 2019ના આખર અથવા 2020ના શરૂઆતી તબક્કામાં જાહેર થઈ શકે તેમ છે.
એક સૂત્રનું કહેવું છે કે 114 ફાઈટર જેટ્સનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે, કારણ કે 36 રફાલ યુદ્ધવિમાન અને સ્વદેશી તેજસ દ્વારા વાયુસેનાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તેમ નથી. વાયુસેનાના બેડામાંથી મોટા પ્રમાણમાં જૂના યુદ્ધવિમાનો રિટાયર થયા છે. માટે ભવિષ્ય માટે તૈયારી કરવાની જરૂરત છે.
ફ્રાંસ તરફથી 36 રફાલ યુદ્ધવિમાન ભારતને સપ્ટેમ્બર-2019થી એપ્રિલ-2022 દરમિયાન મળશે. તેના પ્રમાણે પહેલા ચાર એરક્રાફ્ટ જલ્દી મળશે અને બાદમાં તેના માટે 10 પાયલોટો, 10 ફ્લાઈટ એન્જિનિયર્સ અને 40 ટેક્નિશિયન્સની ફ્રાંસમાં ટ્રેનિંગ થશે. તેના પછી તેમને અંબાલા એરબેસ ખાતે તેનાત કરવામાં આવશે.

Exit mobile version