Site icon Revoi.in

US: ભારતીય વાયુસેનાને મળ્યું તેનું પહેલું અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર

Social Share

ભારતીય વાયુસેનાને તેમનું પહેલું અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર મળી ગયું છે. 10 મેના રોજ યુએસના એરિઝોનામાં આવેલી ચોપર પ્રોડક્શન ફેસિલિટી ખાતે ઔપચારિક પ્રક્રિયાઓ સાથે અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટરને ભારતને સોંપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2015માં ભારતે 22 અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો.

ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરી રહેલા એર માર્શલ બટોલાએ બોઇંગ પ્રોડક્શન ફેસિલિટી ખાતે યોજાયેલી સેરેમનીમાં ભારતનું પહેલું અપાચે સ્વીકાર કર્યું. આ સેરેમનીમાં યુએસ સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

આ હેલિકોપ્ટર્સની પહેલી બેચ ભારતને જુલાઈ મહિનામાં મોકલવામાં આવશે. અલાબામામાં આવેલા યુએસના આર્મી બેઝ ફોર્ટ રકરના ટ્રેઇનિંગ સેન્ટર ખાતે એરક્રૂ અને ગ્રાઉન્ડક્રૂની ટ્રેઇનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહીંયા ટ્રેઇન થયેલા કર્મચારીઓ ઇન્ડિયન એરફોર્સમાં અપાચે હેલિકોપ્ટર્સના ઓપરેશનને લીડ કરશે.

વાયુસેનામાં AH-64 E (I) હેલિકોપ્ટરનો ઉમેરો એ IAFના હેલિકોપ્ટર ફ્લીટના મોડર્નાઇઝેશન માટે એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

પ્રથમ અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટરને આઇએએફની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે અને પર્વતીય વિસ્તારોમાં તે એકદમ મહત્વની ક્ષમતાઓ ધરાવે છે. આ હેલિકોપ્ટર ગતિને અવરોધતી પર્વતમાળાઓ પર પ્રિસાઇઝ હુમલાઓ કરી શકવા માટે સક્ષમ છે અને પ્રતિકૂળ એરસ્પેસમાં પણ જમીન પરથી ચેતવણી સાથે ઓપરેટ કરી શકે છે. ડેટા નેટવર્કિંગ મારફતે વેપન સિસ્ટમથી યુદ્ધક્ષેત્રની તસવીરને ટ્રાન્સમિટ અને રિસિવ કરવાની આ હેલિકોપ્ટરની ક્ષમતા તેને વધુ પાવરફુલ બનાવે છે.