ભારતીય વાયુસેનાનું વિમાન એન-32 આસામના એરબેઝમાંથી ઉડ્યા પછીથી ગાયબ છે. વાયુસેનાના પરિવહન વિમાન એનટોનોવ એન-32 સાથે છેલ્લીવાર સંપર્ક સોમવારે દિવસે લગભગ 1 વાગ્યે થયો હતો. ત્યારબાદથી વિમાન સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક નથી થઈ શક્યો. વિમાનમાં 13 લોકો સવાર હતા. તેમાં 8 ક્રૂ મેમ્બર અને 5 અન્ય લોકો સામેલ છે. ભારતીય વાયસેનાએ વિમાનને શોધી કાઢવા માટે તમામ શક્ય સંસાધનો લગાવી દીધા છે. તેમાં સી-130જે, સી-130 હરક્યુલિસ, સુખોઈ સૂ-30 ફાઇટર જેટ સામેલ છે.
આ ઉપરાંત મેદાનમાં તહેનાત સૈનિકો પણ વિમાનની તપાસ કરી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે કેટલાક રિપોર્ટ્સથી સંભવિત દુર્ઘટના સ્થળ જોયું હોવાની જાણકારી મળી.
IAF ગાયબ વિમાનની તપાસ માટે ભારતીય સેના, વિવિધ સરકારી અને સિવિલ એજન્સીઓની સાથે સમન્વય કરી રહી છે. ભારતીય સેનાના હવાઈ અને જમીની દળો દ્વારા રાતથી જ સર્ચ ઓપરેશન ચાલુ છે.