Site icon hindi.revoi.in

2050 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: સ્ટડી

Social Share

અમદાવાદ: જાપાનને પાછળ છોડીને ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતની આગળ પહેલા નંબર પર અમેરિકા અને બીજા નંબર પર ચીન હશે. લેસેંટ મેડીકલ જર્નલની એક સ્ટડીમાં આ વિશેની જાણકારી આપવામાં આવી છે. આ જર્નલમાં દુનિયાભરના દેશોમાં કામ કરનારી વસ્તી વિશે સ્ટડી કરવામાં આવી છે. 2017માં ભારત દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. તેને આધાર માનતા આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, 2030 સુધી ભારત ચોથું સૌથી મોટું અર્થવ્યવસ્થા બનશે. 2030 માં ભારતથી આગળ અમેરિકા, ચીન અને જાપાન હશે. વર્તમાનમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ફ્રાંસ અને બ્રિટેન પણ ભારતથી આગળ છે.

કેન્દ્ર સરકારનું અનુમાન પણ આ રીતે છે. નિતી આયોગના ચેરમેન રાજીવ કુમારે આ વર્ષ મેં મહિનામાં કહ્યું હતું કે, વર્ષ 2047 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.જો કે,કોરોના વાયરસ મહામારી અને અર્થવ્યવસ્થા પર પડતા તેના પ્રભાવને જોતા, વર્તમાન અંદાજ ઓછો આશાવાદી દેખાઈ રહ્યો છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં જાપાનના સેંટર ફોર ઇકોનોમિક રિસર્ચએ પોતાના એક રીસર્ચમાં કહ્યું હતું કે, 2029 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જાપાનનું આ અનુમાન કોરોના વાયરસના પ્રકોપ પહેલાનું છે. વર્તમાન મહામારીને કારણે એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવામાં બહુ મોડું થઈ શકે છે.

લેસેંટ પેપરમાં આ વાતની પણ ચેતવણી આપવામાં આવી હતી કે, ચીન અને ભારતમાં કામ કરવાની વસ્તીમાં તીવ્ર ઘટાડો થયો છે. આ દરમિયાન નાઇજિરીયામાં કામ કરનાર વસ્તીમાં વધારો થશે. જો કે, આ હોવા છતાં પણ ભારત કામ કરનારી વસ્તીના મામલે ટોચ પર હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધી ભારત દુનિયાભરમાં સૌથી મોટી કામ કરનારી વસ્તી બની રહેશે. ભારત પછી નાઇજીરીયા,ચીન અને અમેરિકાનો નંબર હશે.

_Devanshi

Exit mobile version