Site icon hindi.revoi.in

2+2 સંવાદ પહેલા અમેરિકા જશે ભારતીય સેનાના વાઇસ ચીફ

Social Share

દિલ્લી: ભારત અને અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રીઓની પ્રસ્તાવિત બેઠક પૂર્વે ભારતીય સેનાના વાઇસ ચીફ હવાઈ સ્થિત ઈન્ડો-પેસિફિક કમાન્ડની મુલાકાત લેશે અને બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધો વધારવા પર ભાર મૂકશે. લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈની ભારતીય સેનાના વાઇસ ચીફ છે. સૈની 17 થી 20 ઓક્ટોબરની વચ્ચે અમેરિકાની યાત્રા કરશે.

26 – 27 ઓક્ટોબરના નવી દિલ્હીમાં 2 + 2 ડાયલોગ થવાની સંભાવના છે. જેમાં સામેલ થવા માટે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પીયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર ભારત આવી શકે છે. એક રીપોર્ટ મુજબ, ભારતીય સેનાના વાઇસ ચીફ અમેરિકી સેનાના પેસિફિક કમાન્ડની મુલાકાત લેશે અને અમેરિકી સૈન્ય નેતૃત્વ સાથે વાતચીત કરશે.

બંને દેશો વચ્ચે વધશે ભાગીદારી

સૂત્રોના જણાવ્યા મુજબ, “વાઇસ ચીફ અમેરિકી સેનાની તાલીમ અને ઉપકરણોની ક્ષમતાઓ પર પણ ધ્યાન આપશે.” આ મુલાકાતનો ઉદ્દેશ બંને સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગ વધારવાનો છે. “સૈની હવાઈમાં ઇન્ડો-પેસિફિક કમાન્ડ હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે, જ્યાં સૈન્ય સહયોગના વિવિધ પાસાઓ અને સૈન્ય સાથે સૈન્યના સંબંધ, અમેરિકા પાસેથી ખરીદી, ટ્રેનીંગ, જોઈન્ટ ઓપરેશન પર ચર્ચા કરવામાં આવશે.

આ મુલાકાત બંને દેશોની સૈન્ય વચ્ચે ઓપરેશનલ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે. ભારત અને અમેરિકાના આ સહયોગને ખૂબ મજબૂત ગણાવી રહ્યું છે. તેનું ઉદાહરણ એ છે કે કોવિડ -19 મહામારીને લગતા પ્રતિબંધ હોવા છતાં ભારત અમેરિકા સાથે બે સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યું છે.

આ અભ્યાસ છે યુદ્ધ અભ્યાસ અને વ્રજ પ્રહાર. જે ફેબ્રુઆરી અને માર્ચ 2021 માં હશે. વાઇસ ચીફની મુલાકાત અને 2 + 2 મંત્રી સ્તરીય સંવાદ, બંને માટેનો મુખ્ય મુદ્દો ઇન્ડો પેસિફિકમાં સ્વતંત્ર અને ખુલ્લો માહોલ સુનિશ્ચિત કરવાનો રહેશે.

_Devanshi

Exit mobile version