Site icon hindi.revoi.in

શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ : ભક્તિભાવ પૂર્વક ઉજવણી

Social Share

શ્રાવણ વદ ચોથથી એટલે કે બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોનો શુભારંભ થયો ગયો છે. ત્યારે ચોથ બાદ નાગપાંચમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમને પૂજનીય માનવામાં આવે છે. જેમાં સોરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરમાં આવેલા નાગ દેવતાના સ્થાનક અને સુરાપુરા ખાતે તલવટ અને નૈવેદ્ય ધરવાની પરંપરા હોય છે. નાગપાંચમના દિવસે શેષનાગ અને વાસુકી નાગના પૂજનની પરંપરા રહેલી છે. મંદિરમાં ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવે છે..હાલ કોરોના મહામારીને પગલે મંદિર ખાતે ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે. તેમજ ભક્તોને મંદિરમાં સેનિટાઈઝ, માસ્કના નિયમના પાલન સાથે ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે.

આ વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી, પાણીયારા પર નાગ દેવતાનો ફોટો રાખી અથવા ચિત્ર દોરી તેની પૂજા કરે છે..અને ઘીનો દીવો કરે છે. બાદમાં બાજરીના લોટ તથા ધી મેળવીને કુલેરની પ્રસાદી બનાવે છે. બાદમાં નૈવેદ્ય ઘરાવે છે. પછી નાગદેવતાની પૂજા – અર્ચના કરવામાં આવે છે.આ સિવાય પલાળેલા મઠ, મગ વગેરે લઇ શકાય છે..આ વ્રત કરવાથી ઘરનો કંકાસ દુર થાય છે અને સંપ વધે છે તેમજ નાગદેવતાની કૃપાથી ધન –ધાન્યનો ભંડાર ભરેલો રહે છે.

નાગ પંચમી શા માટે ઉજવવામાં આવે છે ?
નાગ પંચમી માટે ઘણી દંતકથાઓ છે. તેમાંની સૌથી પ્રખ્યાત માન્યતા મુજબ, યમુના નદીમાં કાલિયા નાગ ઉપર ભગવાન શ્રીકૃષ્ણની જીતના રૂપે ઉજવવામાં આવે છે.

બીજી લોકપ્રિય માન્યતા ભગવાન શિવના શેષનાગ વિશે છે. એવું માનવામાં આવે છે કે શેષનાગની પીઠ પર આખી પૃથ્વી સંતુલિત છે. લોકો તેમના પરિવારોને સાપના ભયથી સુરક્ષિત રહે તે માટે આ દિવસે સાપની પૂજા કરે છે.

નાગ ગાયત્રી મંત્ર :

ઓમ નાગકુલાયા વિદ્મહે વિષાદન્તાયા ધીમહિ તન્નો સરપા પ્રચોદયાત્

_Devanshi

Exit mobile version