Site icon hindi.revoi.in

ભારત જુલાઈમાં પહેલો અંતરીક્ષ યુદ્ધાભ્યાસ કરશે, ચીનને ટક્કર આપવાની તૈયારી

Social Share

અંતરીક્ષમાં ચીનને ટક્કર આપવા અને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારતે માર્ચમાં એન્ટિ-સેટેલાઈટ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું અને તાજેતરમાં ટ્રાઈ સર્વિસ ડિફેન્સ સ્પેસ એજન્સીની શરૂઆત પણ કરી છે. હવે આગામી મહીને પહેલીવાર અંતરીક્ષ યુદ્ધાભ્યાસ કરવાની પણ યોજના છે. તેને ‘IndSpaceEx’ નામ પણ આપવામાં આવ્યું છે.

આ યુદ્ધાભ્યાસ મૂળભૂતપણે એક ટેબલ ટોપ વોર ગેમ પર આધારીત હશે. જેમાં સૈન્ય અને વૈજ્ઞાનિક સમુદાયના લોકો ભાગ લેશે. પરંતુ તે એ ગંભીરતાને પણ રેખાંકીત કરે છે, જેની સાથે ભારત અને ચીન જેવા દેશો પોતાની અંતરીક્ષ સંપત્તિ પર સંભવિત ખતરાનો મુકાબલો કરવાની જરૂરિયાત પર વિચાર કરી રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યુ છે કે અંતરીક્ષનું સૈન્યીકરણ થઈ રહ્યું છે, તેની સાથે જ પ્રતિસ્પર્ધા પણ થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જુલાઈના આખરી સપ્તાહમાં આયોજીત થનારા અભ્યાસનો મુખ્ય ઉદેશ્ય ભારત દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી અંતરીક્ષ અને કાઉન્ટર સ્પેસ ક્ષમતાઓનું આકલન કરવાનો છે. તેનાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષાને લગતું આકલન પણ થશે.

શું છે IndSpaceExનો પ્લાન?

એક અન્ય અધિકારીએ આના સંદર્ભે જણાવ્યુ છે કે ભારતને સ્પેસમાં વિરોધીઓ પર નજર, સંચાર, મિસાઈલની પૂર્વ ચેતવણી અને સટીક ટાર્ગેટને ભેદવા જેવી ચીજોની જરૂરિયાત છે. તેનાથી આપણી સશસ્ત્ર સેનાઓની વિશ્વસનીયતા વધશે અને રાષ્ટ્રીય સુરક્ષા પણ મજબૂત બનશે. તેવામાં IndSpaceEx આપણને અંતરીક્ષમાં રણનીતિક પડકારોને સારી રીતે સમજવામાં મદદ કરશે. જેને સંભાળવાની આવશ્યકતા છે.

ચીને જાન્યુઆરી- 2007માં એક હવામાન ઉપગ્રહ વિરુદ્ધ એ-સેટ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેના દ્વારા ગતિજ અને બિન-ગતિજ તરીકે અંતરીક્ષમાં સૈન્ય ક્ષમતાઓને વિકસિત કરી છે. બીજી તરફ ચીને અંતરીક્ષમાં અમેરિકાના વર્ચસ્વને ખતરામાં નાખનારાપોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સમુદ્રમાં એક જહાજ દ્વારા સાત સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ સાત સેટેલાઈટ ત્રણ દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યા છે.

ભારત માટે શા માટે જરૂરી છે આ અભિયાન?

ભારત, લાંબા સમયથી સ્થાયી અને મજબૂતીથી અંતરીક્ષ કાર્યક્રમોને અંજામ આપી રહ્યું છે. તેમ છતાં તે ચીન, જેણે સંચાર, નેવિગેશન, પૃથ્વી અવલોકન અને અન્ય ઉપગ્રહો સાથે મળીને 100થી વધારે અંતરીક્ષ યાનના મિશનને પુરા કર્યા છે, તેની બરાબરી કરી શક્યું નથી. ભારતીય સશસ્ત્ર દળ હજી પણ બે સૈન્ય ઉપગ્રહો સિવાય, નિરીક્ષણ, નેવિગેશન અને સંચાર ઉદેશ્ય માટે મોટા પ્રમાણમાં બેવડા ઉપયોગવાળા રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનો ઉપયોગ કરે છે.

મહત્વપૂર્ણ છે કે દેશે ત્યારે મિશન શક્તિ પ્રમાણે એક વિશ્વસનીય કાઉન્ટર સ્પેસ ક્ષમતા વિકસિત કરવાની દિશામાં પ્રથમ પગલું ઉઠાવ્યું હતું. જ્યારે તેને ઓછા ઊંચાઈવાળી પૃથ્વીની કક્ષામાં 283 કિલોમીટરની ઊંચાઈ પર 740 કિલોગ્રામના માઈક્રોસેટ-આર ઉપગ્રહને નષ્ટ કરવા માટે 19 ટનની ઈન્ટરસેપ્ટર મિસાઈલ (લીઓ) 27 માર્ચે લોન્ચ કરી હતી.

ડીઆરડીઓના પ્રમુખ જી. સતીષ રેડ્ડીએ એક અંગ્રેજી અખબારને તાજેતરમાં કહ્યુ હતુ કે ભારત અન્ય કાઉન્ટર સ્પેસ ક્ષમતાઓને વિકસિત કરવા માટે કામ કરી રહ્યું હતું, જેવા કે નિર્દેશિત ઊર્જા હથિયાર, લેઝર, ઈએમપી, જેનાથી ઈલેક્ટ્રોનિક હુમલાથી પોતાના ઉપગ્રહોની સુરક્ષા કરી શકાય. તેના પછી નવી ડિફેન્સ સ્પેસ એજન્સીએ સુરક્ષા ઈમેઝરી સંસ્કરણ અને વિશ્લેષણ કેન્દ્ર – દિલ્હી અને ડિફેન્સ સેટેલાઈટ કંટ્રોલ સેન્ટર – ભોપાલને સમાહિત કરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. તેના બે મુખ્ય આઈએએફ જનરલ નજીકના ભવિષ્યમાં નિયુક્ત કરવામાં આવશે.

Exit mobile version