Site icon Revoi.in

ઠંડીમાં કોરોનાનું જોખમ વધવાની શક્યતા વચ્ચે ભારત વિદેશ પાસેથી ખરીદશે એક લાખ મેટ્રીક ટન ‘ઓક્સિજન’

Social Share

સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે,જો કે તેની સામે સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારે ઠંડીમાં કોરોનાના કેસ વધવાની શક્યતાઓને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે, આ સાથે જ કોરોનાને અટકાવવા માટે અનેક આંદોલન ચાલી રહ્યા છે, ગંભીર સ્થિતિના દર્દીઓને સરળતાથી ઓક્સિન મળી રહે તે હેતુથી સરકારે વિદેશમાંથી એક લાખ મેટ્રિક ટન ઓક્સિનજ ખરીદવાની યોજના બનાવી છે.

વિતેલા દિવસ બુધવારના રોજ  આ બાબતે એક ટેન્ડર પણ રજુ કરવામાં આવ્યું હતું, મંત્રાલય તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ,  10 ઓક્ટોબરના રોજ કેબિનેટ સચિવ સાથે થયેલી બેઠકમાં ઓક્સિજનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યાર બાદ વિદેશ પાસેથી એક લાખ મેટ્રિક ટન ઓક્સિજન ખરીદવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે,જો કે આ સમગ્ર બાબતે હજુ એક દોઢ મહિનાનો સમય લાગી શકે છે, હાલ તો સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં ઠંડી વધવાથી કોરોનાના કેસમાં જો વૃદ્ધી થાય તો સરકાર તે માટે પૂર્વ તૈયારીમાં ધ્યાન આપી રહી છે.

ભારત પાસે 7 હજાર મેટ્રિક ટન ઓક્સિન ઉત્પાદનની ક્ષમતા

દેશમાં 7 હજાર મેટ્રિક ટન ઓક્સિન ઉત્પાદન કરવાની ક્ષમતા છે,જેમાં 3 હજારથી વધુવ ટન ઓક્સિજ કોરોનાના દર્દીઓ અને અન્ય દર્દીઓ માટે વપરાય રહ્યું છે, લોકડાઉન પહેલા દેશમાં નાથી વધુ ઓક્સિજન કરવાની ક્ષમતા હતી અને વપરાશ ઓછો હતો.

ઉલ્લsખનીય છે કે, કોરોના મહામારીમાં દર્દીઓ માટે ઓક્સિજનો વપરાશ વધ્યો છે જેને લઈને મોટા પ્રમાણમાં ઓક્સિજન બહારથી મંગાવવાની યોજના બનાવાય છે, હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ આવનારા સમય માટે સરકાર સતર્ક છેે, કારણે કે ઘણા સંશaધન મુજબ ઠંડીમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેથી ઓક્સિજન પુરતા પ્રમાણમાં હાજર હોય તે જરુરી છે.

સાહીન-