Site icon hindi.revoi.in

 ભારતે શોર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું – 800 કિમી દુર સુધી દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા

Social Share

ભારત દેશ વાયુસેનાને તગડી તાકાત વર બનાવી રહ્યું છે, વાયુસેનાને મજબુત બનાવવા માટે અનેર મોર્ચે સતત કાર્ય કરવામાં આવી રહ્યા છે,તમામ સેનાઓને તાકાત પુરી પાડવા ભારત સ્વેદેશી નિર્માણ તરફ પમ આગળ વધ્યું છે,ત્યારે વાયુસેનામાં પણ સ્વદેશી નિર્માણ હેઠમ મિસાઈલ લોન્ચ થઈ રહી છે,આજે વધુ એક મિસાઈલનું સફર પરિક્ષણ સફળ રહ્યું છે.

પૂર્વ લદ્ખમાં ચીન તરફથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારતે શનિવારના રોજ શૌર્ય મિસાઇલના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.  સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓડીશા રાજ્યના બાલાસોરમાં જમીનથી જમીન પર વાર કરનારી આ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે, જે પરમાણુ ક્ષમતાહીન બેલિસ્ટિક મિસાઇલ છે. સરકારી સુત્રોએ આ અંગે માહિતી આપી હતી,તેમણે કહ્યું કે આ મિસાઇલનું પરીક્ષણ દરિયાકાંઠાના ઓડિશાના બાલાસોરમાં કરવામાં આવ્યું હતું.

શોર્ય મિસાઈલ શૌર્ય મિસાઇલનું આ નવું વર્ઝન 800 કિમી દૂરની સ્થિત પર નિશાન તાકવામાં સક્ષમતા ધરાવે છે, શૌર્ય મિસાઇલના આવવાથી હાલની મિસાઇલ સિસ્ટમ મજબૂત થશે અને મિસાઇલનું સંચાલન કરવામાં સરળતા રહેશે

આ પહેલા હબુધવારના રોજ દેશમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ ક્રુઝનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેની ક્ષમતા 400 કીમી દુરની સ્થિતિને ટારગેટ કરવાની છે,

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ ઓડિશાના બાલાસોર ખાતે ગ્રાઉન્ડ પીજે -10 પ્રોજેક્ટ અંતર્ગત આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું અને આ મિસાઇલ સ્વદેશી બૂસ્ટરના માધ્યમથી લોન્ચ કરાઈ હતી

Exit mobile version