1. Home
  2. revoinews
  3. ભારતીય સેનાની ચીનની હિલચાલ ઉપર નજર, આર્મીની સાથે વાયુસેના પણ કરે છે પેટ્રોલિંગ
ભારતીય સેનાની ચીનની હિલચાલ ઉપર નજર, આર્મીની સાથે વાયુસેના પણ કરે છે પેટ્રોલિંગ

ભારતીય સેનાની ચીનની હિલચાલ ઉપર નજર, આર્મીની સાથે વાયુસેના પણ કરે છે પેટ્રોલિંગ

0

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીની સેનાએ પીછેહઠ કરતા તણાવ હાલ ઓછો થયો છે. જો કે, ભારતીય સેના પહેલા કરતા વધારે સતર્ક બન્યું છે. એટલું જ નહીં પણ હવે ચીન સાથે જોડાયેલી તમામ સરહદ ઉપર ચીનની સેનાની તમામ હિલચાલ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ સીમા ઉપર સુરક્ષા જવાનો ખડકી દેવામાં આવ્યાં છે. હવે વાયુસેના પણ સીમા ઉપર આકાશમાં ઉડાન ભરીને સતત પેટ્રોલીંગ કરી રહી છે.

ભારત-ચીન સીમા નજીક લડાકુ હેલિકોપ્ટર અપાચેએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. ચીનની તમામ ગતિવિધીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેના વધુ સતર્ક બની છે. તેમજ સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે દિશામાં કામગીરી કરી રહી છે. જેના ભાગરૂપે જ મોટી સંખ્યામાં ભારતીય જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. હવે એરફોર્સ પણ સરહદ ઉપર ચીનની સેનાની તમામ હિલચાલ ઉપર નજર રાખી રહ્યું છે.

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ઉત્તરાખંડ સાથે જોડાયેલી ચીન સાથેની બોર્ડર પર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. અહીં પણ વાયુસેનાએ સક્રિયતા વધારી દીધી છે. ઉત્તરકાશી નજીક ચિન્યાલીસોડ હવાઈ પટ્ટીનું વાયુસેનાએ પરિક્ષણ કર્યું હતું. તેમજ વાયુસેનાના મિગ 17એ સીમા ઉપર ઉડાન ભરી હતી. હવાઈ પટ્ટી પર વાયુસેનાએ ત્રણવાર ટેકઓફ અને લેન્ડીંગ કર્યું હતું. એટલું જ નહીં 10મી જૂનના રોજ વાયુસેનાનું માલવાહક વિમાન એએન-32એ અહીં લેન્ડિંગ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.