Site icon hindi.revoi.in

યુએનમાં ભારતે પાકિસ્તાનને દેખાડી તેની ઓકાત, લઘુમતીઓ પર અત્યાચાર મામલે પાડોશી દેશની કાઢી ઝાટકણી

Social Share

યુએનમાં ભારતના પ્રતિનિધિ સેંથિલ કુમારે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢીને તેનો બિભત્સ ચહેરો દેખાડતો આયનો ધર્યો છે. જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન માટે બોલતા સેન્થિલ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા યુએનએચઆરસી કાઉન્સલિલનો દુરુપયોગ કરીને ભારતની વિરુદ્ધ મનઘડંત કહાનીઓ ઘડવા માટે અમે તેની નિંદા કરીએ છીએ.

સેન્થિલ કુમારે પાકિસ્તાનને આયનો દેખાડતા તેના બિભત્સ ચહેરાને દુનિયાની સામે ઉઘાડો કરતા કહ્યુ હતુ કે અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે પહેલા પીઓકે, ખૈબર પખ્તૂનખ્વાં, બલૂચિસ્તાન અને સિંધમાં જાતીય લઘુમતીઓ વિરુદ્ધ ઘૃણા, ભેદભાવ અને અસહિષ્ણુતાના પોતાના મામલાઓને જોવે.

તેની સાથે જ જિનેવાની સડકો પર એક એવું વાહન જોવા મળ્યું કે જે બલૂચિસ્તાન માટે ન્યાયની માગણી કરી રહ્યુ હતું. વાહન પર પાકિસ્તાન દ્વારા બલૂચિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ સ્લોગન્સ લખવામાં આવ્યા હતા. સ્લોગન્સમાં બલૂચિસ્તાનના લોકો માટે ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.

આ વાહન પર લખવામાં આવ્યું હતું કે બલૂચિસ્તાનમાં 5000 લોકોની હત્યા કરી દેવામાં આવી અને 20 હજારથી વધારે લોકો હજીપણ ગાયબ છે. પરંતુ આના પર કોઈ જવાબ આપી રહ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રને બલૂચિસ્તાનમાં ગાયબ થયેલા લોકોની શોધ કરવામાં મદદ કરવી જોઈએ. બલૂચિસ્તાનમાં પણલોકોના જીવન મહત્વ ધરાવે છે.

Exit mobile version