Site icon Revoi.in

એક દિવસમાં રેકોર્ડ બ્રેક 45,720 કેસ નોંધાયા, 1129 લોકોનાં મોત નીપજ્યાં

Social Share

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ સંક્રમણનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે અને હવે કોરોનાવાયરસના કેસમાં રોજ નવા રેકોર્ડ બની રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. દેશમાં કોરોનાવાયરસના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે અને એક દિવસમાં રેકોર્ડ બ્રેક 45,720 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસથી સંક્રમિત થયેલા 1129 લોકોના મોત પણ થયા છે મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકાર પણ કોરોનાવાયરસને નાથવા દિનરાત મહેનત કરી રહી છે અને સારી વાત એ છે કે સરકારી આંકડા મુજબ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દર ચોવીસ કલાકે કોરોના વાયરસ પોઝિટિવ કેસ અંગેનો ડેટા જાહેર કરે છે.  આ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં આવેલા કોરોના વાયરસના કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.  છેલ્લા એક દિવસમાં રેકોર્ડ 45,720 કેસ નોંધાયા છે. આ સિવાય આ મહામારીને કારણે છેલ્લા એક દિવસમાં રેકોર્ડ 1129 લોકોનાં મોત નીપજ્યાં છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12.38 લાખને પાર થઈ ચૂકી છે.  આ જીવલેણ વાયરસને કારણે અત્યાર સુધીમાં આ દેશમાં 29,861 લોકોનાં મોત નીપજ્યાં છે.  જોકે કુલ 7.82 લોકો પણ આ વાયરસથી સાજા થઈ રહ્યા  છે.  પરંતુ હજી પણ ભારતમાં આશરે 4.26  લાખ એક્ટિવ કેસ છે.

_Devanshi