Site icon hindi.revoi.in

કોરોના સામે સમયસર પગલા ભરનારા દેશોમાં ભારત ચોથા ક્રમે: સર્વે

Social Share

મુંબઈ: ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 64 લાખ પર પહોંચી ગયા છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે એક સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના સામે લોકોની જાગરૂકતા અને સરકાર દ્વારા વધુ સારા પગલા લેવામાં ભારત ચોથા નંબર પર છે.

સર્વેમાં ચીન 80.48 પોઇન્ટ,દક્ષિણ કોરિયા 74.54 પોઇન્ટ અને દક્ષિણ કોરિયા 64.62 પોઇન્ટ સાથે ભારતથી આગળ છે.

જૂનમાં 19 દેશોના આશરે 13,400 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. આ સર્વેના નિષ્કર્ષ 2006માં પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત વૈજ્ઞાનિક જર્નલ PLOS ONE માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અમેરિકા અન્ય દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સરકારના સહયોગ વિશે સર્વે કરાયેલા 19 દેશોમાં 17મા ક્રમે છે.

બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ , ‘’લા કેક્સા” ફાઉન્ડેશન દ્વારા સમર્થિત એક સેંટર છે. જે સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક યુનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકલન છે. તેણે કોવિડ -19 મહામારી માટે સરકારી પ્રતિક્રિયા પર સાર્વજનિક ધારાનું મૂલ્યાંકન કરવા માટે એક સરળ અને વિશ્વસનીય ટૂલ વિકસિત કર્યું. દેશો વચ્ચેના પ્રતિક્રિયામાં નોંધપાત્ર તફાવત છે.

IS ગ્લોબલના શોધકર્તા જેફરી વી લજારુસે કહ્યું કે, સંચાર અથવા સ્વાસ્થ્ય સેવા અને સામાજિક કલ્યાણ જેવા મહત્વના પાસાઓમાં સરકારી પ્રતિક્રિયાઓની સાર્વજનિક ધારણાની આકારણી કરવામાં અમારી મદદ કરવા માટે અમને મૂળભૂત ઉપકરણોની જરૂર છે.

યુરોપ અને અમેરિકા કરતા વધારે કેસો એશિયામાં જોવા મળ્યા છે. લોકોને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે સ્પષ્ટપણે ખાતરી આપી છે કે દરેક વ્યક્તિએ તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, પ્રવાસી સ્થિતિ, કોવિડ -19 થી ખુદને બચાવવાનું જાણે છે.

શોધકર્તાએ આશા વ્યક્ત કરી હતી કે, સર્વેક્ષણથી સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ અને અન્ય નિર્ણયકર્તાઓને દેશના પ્રતિભાવના મુખ્ય પાસાઓમાં નબળાઈઓ ઓળખવા અને સુધારવામાં મદદ કરશે, અને કોવિડ -19 મહામારી વિકાસના ગ્રાફને શોધી શકશે.

_Devanshi

Exit mobile version