Site icon Revoi.in

ભારતે કોરોના સામેની લાંબી લડાઈમાં તૈયાર રહેવાની જરૂર: WHO

Social Share

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસ અંગે વધુ એક નિવેદન આપ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના ની વેકસીન બનાવવાનું કામ ભલે ચાલી રહ્યું હોય પરંતુ કોરોનાવાયરસ ના જવાબ માં કોઈ રામબાણ સમાધાન ભાગ્યે જ મળશે.

WHO એ વધુમાં ઉમેર્યું હતું કે ભારત જેવા દેશમાં ટ્રાન્સમિશન રેટ વધારે છે તેથી ભારતમાં કોરોના સામે વધુ તકેદારી લેવાય તે આવશ્યક છે.

WHO ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક પ્રેસ-કોન્ફરન્સ સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોનાનો હજુ કોઈ નક્કર ઈલાજ શોધાયો નથી. તે ઉપરાંત સ્થિતિ સામાન્ય થતાં વધુ સમય લાગી શકે છે.

દરેક દેશને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, હાથ ધોવા તેમજ ટેસ્ટ કરાવવા જેવા પગલાં લેવા અનિવાર્ય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનેક વેક્સિન છે જે અત્યારે ત્રીજા તબક્કામાં કામ કરી રહી છે, આ વેક્સિન આવતા અનેક લોકો સંક્રમણથી બચી જશે. બ્રાઝિલ અને ભારતમાં ટ્રાન્સમિશન રેટ સૌથી વધારે છે અને તેઓએ મોટી લડાઈ માટે તૈયાર રહેવાની જરૂર છે.