Site icon hindi.revoi.in

પાકિસ્તાનના ‘K2’ પ્લાનને નિષ્ફળ કરવા માટે મોદી સરકારે ઉઠાવ્યા આ પગલા

Social Share

આઠ શીખ કેદીઓને મુક્ત કરવા અને પંજાબના ભૂતપૂર્વ સીએમ બેઅંત સિંહની 1995માં હત્યાના મુખ્ય ષડયંત્રકારી બલવંતસિંહ રાજાઓઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય કોઈ ખાસ યોજના તરફ ઈશારો કરે છે.

એક વરિષ્ઠ અધિકારીનું માનીએ, તો કેન્દ્ર સરકારે આ નિર્ણયો શીખોની ભાવનાઓને શાંત કરવા અને પાકિસ્તાનના કે-2 પ્લાન એટલે કે કાશ્મીર અને ખાલિસ્તાનના મુદ્દાઓને હવા આપીને અશાંતિ પેદા કરવાના ઉદેશ્યની સામે છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી ભારતની વિરુદ્ધ ઉઠી ભાવનાઓને પોતાના માટે ઉપયોગ કરવાની ફિરાકમાં છે.

મહત્વપૂર્ણ છે કે શનિવારે ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ છે કે પંજાબમાં આતંકવાદ દરમિયાન અપરાધ કરવા માટે દેશની વિભિન્ન જેલોમાં બંધ આઠ શીખ કેદીઓને સરકાર શ્રીગુરુ નાનકદેવજીના 550મા પ્રકાશોત્સવ પર માનવીય આધાર પર મુક્ત કરશે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન ખાલિસ્તાનીઓ દ્વારા ભારતમાં નાપાક કોશિશોને અંજામ આપવાની ફિરાકમાં છે. આ કારણ છે કે પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ચીની ડ્રોન દ્વારા ભારતમાં હથિયારોની ખેપ મોકલી હતી.

અધિકારીએ કહ્યુ હતુ કે સરકારનો આ નિર્ણય 2015થી જ પાઈપલાઈનમાં હતો અને આ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેવી સરકાર ફરીથી સત્તામાં આવી, આના સંદર્ભે તાત્કાલિક તેજી લાવવામાં આવી. જણાવવામાં આવે છે કે સરકારના આ નિર્ણયની પાછળ શીખ સમુદાયના ઘાને ઠીક કરવા અને પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા ષડયંત્રથી વિદેશમાં રહેતા કટ્ટરપંથીઓને દૂર કરવાનો છે.

તેમણે કહ્યુ છે કે આ કાશ્મીર અને પંજાબમાં ભાવનાઓનો ફાયદો ઉઠાવવવાની પાકિસ્તાનની આઈએસઆઈની કે-2 યોજનાનો હિસ્સો છે. આ મામલાથી પરિચિત એક અધિકારીએ કહ્યુ છે કે ભારત સરકારે કાશ્મીરને વિકાસના માર્ગ પર લાવવા માટે કલમ-370ને રદ્દ કરવા અને શીખ સમુદાયની ભાવનાઓને શાંત કરવાના ઉદેશ્યથી આ પ્રકારે જવાબ આપ્યો છે. આઠ શીખોની મુક્તિ કરવા પાછળ સરકારની કોશિશ છે કે શીખોની ભાવનાઓને શાંત કરવામાં આવે, જેથી પાકિસ્તાન પોતાના મનસૂબાઓમાં કામિયાબ થઈ શકે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય આ નિર્ણય વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા ઈન્ટેલિજન્સ બ્યૂરો અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પ્રમુખો સાથે મળીને કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા ગૃહ મંત્રાલયે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેલા 312 વિદેશી શીખોના નામ બ્લેક લિસ્ટમાંથી હટાવી દીધા હતા. હવે આ યાદીમાં માત્ર બે નામ બાકી છે. વિભિન્ન સુરક્ષા એજન્સીઓએ વિદેશી શીખ નાગરીકોના નામવાળા બ્લેક લિસ્ટની સમીક્ષા કરી છે અને તેના પછી આ નિર્ણય લીધો છે. વિદેશી શીખ નાગરીકો સંબંધિત બ્લેક લિસ્ટના વિદેશમાં વિભિન્ન ભારતીય મિશનો દ્વારા પ્રબંધન કરવાના કામને પણ ભારત સરકારે બંધ કરી દીધું છે. અધિકારીએ કહ્યુ છે કે શીખ સમુદાયના ઘાને ભરવાની પ્રક્રિયા 12 નવેમ્બર-2015ના રોજ લંડનમાં શીખ જૂથોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકની સાથે શરૂ થઈ છે. આ બેઠકમાં કટ્ટરપંથી શીખ તત્વોની વાપસીની સુવિધાની માગણી ઉઠાવવામાં આવી હતી.

હથિયારો અને વિસ્ફોટકોની સંપૂર્ણ ખેપ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના ઉધેશ્યથી મોકલવામાં આવી છે. પાકિસ્તાનની જાસૂસી એજન્સી ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ દ્વારા સમર્થિત ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ નેટવર્ક આની પાછળ છે. 22 સપ્ટેમ્બરે પંજાબ પોલીસે ચાર લોકોની ધરપકડ સાથે રવિવારે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના એક આતંકવાદી મોડ્યુલનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. તેને પાકિસ્તાન અને જર્મની ખાતેના ગ્રુપ્સનું સમર્થન મળેલું હતું. પોલીસે કહ્યું હતું કે આતંકવાદી જૂથો પંજાબ અને પાડોશી રાજ્યોમાં વિસ્ફોટની સાજિશ રચી રહ્યા હતા. આ આતંકવાદીઓની પાસેથી પાંચ એકે-47 રાઈફલ, પિસ્તોલ, સેટેલાઈટ ફોન અને હેન્ડગ્રેનેડ સહીત મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

Exit mobile version