
હાથીની જેમ ચીનના પણ બે દાંત, શાંતિની વાત કરતું ચીન ભારતીય બોર્ડર પર વધારી રહ્યું છે પોતાનું સૈન્ય
- શાંતિની વાત કરતુ ચીન બોર્ડર પર વઘારી રહ્યું છે પોતાનું સૈન્ય
- ભારતીય સેૈન્ય ચીનના બંન્ને દાંત તોડવા માટે સક્ષમ
અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈને ચીનનું મગજ કામ કરતું બંધ થઈ ગયુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ છે કે ચીન દ્વારા ભારતની બોર્ડર પાસે સૈન્ય પણ વધારવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ભારતને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યું છે.
ચીનના વર્તન પ્રમાણે લાગે છે કે તેને બોર્ડર પરથી ભારતનું સૈન્ય હટાવવું છે પરંતુ પોતાના દેશમાં ભારતની બોર્ડર પર સૈન્ય વધારવુ છે.
ચીન દ્વારા ભારતને આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે અને આ ધમકીમાં ભારતનો નાનો બાળક પણ ચીનનો ડર જોઈ શકે છે. ચીન દ્વારા શાંતિ માટે અપીલ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે બોર્ડર પર વિવાદ ઓછો થાય તે જ બંન્ને દેશ માટે સારું રહેશે. જો કે ચીન દ્વારા એવી પણ ધમકીઓ આપવામાં આવી છે કે હવે યુદ્ધ થશે તો ભારતને 1962 કરતા વધારે નુક્સાન થશે.
હાલ ચીન દ્વારા આપવામાં આવતી કોઈપણ ધમકીથી ભારતને ફરક પડતો નથી, ભારત હજૂ પણ ચીનના વિશ્વાસઘાતને ભૂલ્યું નથી અને તેથી 1962 બાદ ભારતે ચીન પર વિશ્વાસ પણ કર્યો નથી. ભારત ચીનની તમામ ચાલથી જાણકાર છે અને તેથી જ હવે ભારત પણ ચીનને ઈંટનો જવાબ પત્થરથી આપવા તૈયાર છે.

ભારત દ્વારા દેશની સુરક્ષાને લઈને તમામ પગલા લેવામાં આવી રહ્યા છે જે ચીનને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે પરંતુ ચીને પણ તે ના ભૂલવુ જોઈએ કે ભારત પણ વિશ્વની પાંચમી મોટી મહાસત્તા છે. ભારત પાકિસ્તાન કે કોઈ અન્ય દેશ નથી જે કોઈને ધમકીઓથી ડરે. ભારતે બોર્ડર વિવાદને લઈને પણ પોતાનો પક્ષ સાફ કરી દીધો હોય તેવુ લાગે છે જેમાં જોઈ શકાય છે કે જ્યાં સુધી ચીન પોતાની સેના યોગ્યરીતે પાછળ નહીં લે ત્યાં સુધી ભારત પણ પોતાનું એક પણ પગલું પાછું લેશે નહી. ચીનને શાંતિથી માને તો શાંતિથી જવાબ મળશે બાકી ભારત ચીનને તેમની ચીની ભાષામાં જવાબ આપવા માટે પણ તૈયાર છે.
(VINAYAk)