Site icon Revoi.in

કાશ્મીર જ નહીં, પાકિસ્તાન પણ ભારતનું છે : ઈમામ મોહમ્મદ તાહિદી

Social Share

કટ્ટર ઈસ્લામ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ઓસ્ટ્રેલિયાના ઈમામ મોહમ્મદ તાહિદીએ કાશ્મીર પર પોતાની સ્થિતિનો પુનરોચ્ચાર કરતા કહ્યુ કે આ ભારતનું છે. તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં.

ઈમામે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતું નહીં. કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં હોય. પાકિસ્તાન અને કાશ્મીર બંને ભારતના છે. હિંદુઓના ઈસ્લામમાં પરિવર્તિત થઈ જવાથી આ તથ્ય બદલાશે નહીં કે આ આખું ક્ષેત્ર હિંદુ ભૂમિ છે. પાકિસ્તાનની શું વાત કરવી, ભારત ઈસ્લામથી પણ જૂનું છે.

આ પહેલા ઈસ્લામી વિદ્વાને ઈસ્લામી આતંકવાદનું સમર્થન કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન પોતાના બંધારણમાં તમામ નાગરિકોના અધિકારોને જાળવી રાખવાનો દાવો કરે છે. ત્યારે પણ સરકાર લઘુમતીઓના અધિકારોને માન્યતા આપવામાં અસફળ રહે છે. આ ઘણાં વર્ષોથી આતંકવાદીઓને પનાહ આપી રહ્યું છે. આતંકવાદ સામે લડવા માટે પશ્ચિમથી ઘણાં અબજ ડોલર લઈ ચુક્યું છે. તેમ છતાં પણ તે કોઈ કટ્ટરવાદી વિચારધારાથી લડવાનો તેણે કોઈ પ્રાયસ કર્યો નથી.

4 ઓગસ્ટે પોતાના ટ્વિટમાં ઈમામે કહ્યુ હતુ કે કાશ્મીર મુદ્દાને લઈને મારી સ્થિતિ ક્યારેય બદલાઈ નથી. આ હિંદુ ભૂમિ છે, જે પાકિસ્તાન સાથે સંબંધિત નથી. હું મારી ગત ભારત મુલાકાત દરમિયાન ભારતીય રાજનેતાઓ અને ભરોસાપાત્ર નેતાઓ સાથે આના સંદર્ભે ચર્ચા કરી ચુક્યો છું.