અમદાવાદ: ગલવાન ઘાટીમાં ભારતીય જવાનો સાથે ઝપાઝપી કરવાની ભૂલ હવે ચીન એવી રીતે ભોગવી રહ્યું છે કે જે તેને હવે આગળના અનેક વર્ષો યાદ રહેશે. ભારતે ચીનને આર્થિક ફટકાર મારવામાં કોઈ કસર બાકી રાખી નથી જેમાં ભારતે એક મહિના પહેલા ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે વધારે 47 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.
ભારત જે રીતે ચીનની આર્થિક રીતે ફટકા મારી રહ્યું છે તે જોતા ભારતમાં ચીનની અનેક કંન્સ્ટ્રકશન પ્રોજેક્ટસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સૂત્રોથી મળતી માહિતી અનુસાર ભારત સરકાર ચીન પર થોડી પણ દયા રાખવાના મૂડમાં નથી અને ચીનને આર્થિક રીતે બરબાદ કરવા માટે ભારત વધારે 250થી વધારે એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી શકે છે. ચીનની વધારે એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાનું કારણ એ છે કે સૂત્રોના કહેવા અનુસાર આ અન્ય 275 એપ્લિકેશનના સર્વર ચીનમાં છે અને યુઝર્સ પ્રાઈવસી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે કોરોનાવાયરસ બાદ ચીન સાથે અનેક દેશોના સંબંધ બગડ્યા છે અને ભારત જે રીતે ચીન વિરુદ્ધ પગલા લઈ રહ્યું છે તે રીતે અન્ય દેશો પણ પગલા લઈ શકે છે જેનાથી ચીનને વેપારમાં મોટો ફટકો પડી શકે છે.
કોરોનાકાળને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાની પણ વાત કરી હતી અને ચીનની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાગતા ભારતના યુવાઓનું ટેલેન્ટ પણ બહાર આવવાની પુરેપુરી સંભાવના છે. ભારતમાં ટેક્નિકલ અને આઈટી સ્તરે રોજગારી ઉભી થવાની પણ શક્યતાઓ છે. ચીને કોરોનાવાયરસ જેવા સમયમાં વિશ્વના અનેક દેશો સાથે સંબંધ બગાડ્યા છે અને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે.
(VINAYAK)