- ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારત 48મા સ્થાને
- ટોપ 50મા ભારતનું સ્થાન
- પ્રથમ વખત આ ઈન્ડેક્ષમાં ભારત ટોપ 50મા
સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ અનેક બાબતોમાં દેશની ગણના ટોપ 10 થી લઈને ટોપ 50મા થઈ રહી છે, તો હવે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ વર્ષ ૨૦૨૦માં ભારતએ ટોપ 50મા સ્થાન મેળવ્યું છે,અને 48 મુ સ્થાન મેળવ્યુ છે. આ પહેલી વખત એવું બન્યુ છે કે,આ ઈન્ડેક્ષમાં ભારતનો ટોપ ૫૦માં સમાવેશ થયો હોય, ત્યારે વિતેલા વર્ષે ભારતનો 52મો નબંર આવ્યો હતો.
આ ઈન્ડેક્ષમાં આ વર્ષ દરમિયાન સ્વિઝરલેન્ડ, સ્વીડન, બ્રિટન અને નેધરલેન્ડ મુખ્ય સ્થાન પર જોવા મળ્યા છે. સંગઠનના જણાવ્યા મુજબ,ર ભારત, ચીન, ફિલિપાઈન્સ અને વિયેતનામ વર્ષોમાં પોતાની જીઆઈઆઈ ઈનોવેશન રેંકિંગમાં સૌથી મહત્વપુર્ણ વૃદ્ધી કરનારી અર્થવ્યવસ્થામાં જોવા મળે છે.
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતનું સ્થાન વર્ષ ૨૦૧૯માં 52મુ રહ્યું હતું.પાછલા વર્ષની સરખામણીમાં ચાર સ્ટેપ ભારત આ વર્ષ દરમિયાન આગળ જોવા મળ્યું છે અને ટોપ 50મા બાજી મારી છે, આ ઈન્ડેક્ષના 2020ના રીપોર્ટમાં ભારતને ૪૮મો ક્રમ પ્રાપ્ત થયો છે.જે પ્રથમ વખત બન્યું કે દેશ ગ્લોબલ ઈન્ડેક્ષમાં ટોપ 50મા આવ્યું છે
આ ઈન્ડેક્ષમા પ્રથમ સ્થાને દક્ષિણ એશિયામાં રહ્યું હતું. ચીનને રેન્કિંગમાં ૧૪મો ક્રમ મળ્યો હતો. વિશ્વના ૧૩૧ દેશોના વિવિધ ઈનોવેશન માપદંડોના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે
જો છેલ્લા 4 વર્ષના આ ઈન્ડેક્ષમાં ભારતના સ્થાનની વાત કરીએ તો વર્ષ 2016-17-18-19માં અનુપક્રમે 66,60,57,52મિં સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યારે ચાલુ વર્ષે 42મુ સ્થાન મેળવી ટોપ 50માં પહોચ્યું છે
સાહીન-