Site icon hindi.revoi.in

કોરોનાવાયરસને હરાવતું ભારત, દેશમાં 15 લાખ લોકોએ આપી કોરોનાવાયરસને માત

Social Share

અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ભારતમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પ્રશાસન દ્વારા પણ યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારે લેવામાં આવેલા પગલાની સકારાત્મક અસર પણ જોવા મળી રહી છે અને તે છે કે ભારતમાં 15 લાખથી વધારે કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓએ કોરોનાવાયરસને માત આપી છે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે.

મંત્રાલયે વધારે ઉમેરતા કહ્યું કે કોરોનાવાયરસથી સંક્રમિત હજુ પણ કેટલાક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

જે રીતે ભારતમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દેશવાસી પણ કોરોનાવાયરસને હરાવવા માટે કાર્ય કરી રહ્યા છે તેને જોતા લાગે છે કે ભારત જલ્દીથી કોરોનામુક્ત થઈ જશે અને દેશમાં ફરીવાર તેવું વાતાવરણ સ્થપાશે જેવું કોરોનાવાયરસ પહેલા હતું.

_Vinayak

Exit mobile version