Site icon Revoi.in

ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને DGCA એ જાહેરાત કરી છે કે, ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવશે. આ જાહેરાત બુધવારે કરવામાં આવી છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે 23 માર્ચથી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે વધારીને 30 નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. જો કે, આ નિયમ ઇન્ટરનેશનલ કાર્ગો અને DGCA દ્વારા છૂટ અપાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ફરી શરૂ કરવા ભારત અન્ય દેશો પર નિર્ભર છે. તો સાથે તેને આશા પણ છે કે, વર્ષના અંત સુધીમાં ઘરેલુ ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે ફરીથી શરૂ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવી એ અન્ય દેશો પર પણ નિર્ભર છે. જેથી અન્ય દેશો ફ્લાઇટ્સને રિસીવ કરવા માટે ખુલ્લા હોય.

દેશમાં 24 કલાકમાં કોરોનાવાયરસના 43,893 નવા કેસ સામે આવ્યા છે અને 508 મોતની સાથે કુલ કેસોની સંખ્યા 79,90,322 પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસોની સાથે મૃત્યુ પણ ઘટ્યા છે. કુલ કેસમાંથી 6,10,803 કેસ હાલમાં સક્રિય છે,જ્યારે 72,59,509ને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો,આ બીમારીને કારણે 1,20,010 લોકોએ જીવ ગુમાવ્યો છે.

_Devanshi