1. Home
  2. revoinews
  3. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની મંજૂરી, ભારતે નોંધાયો વિરોધ
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની મંજૂરી, ભારતે નોંધાયો વિરોધ

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની મંજૂરી, ભારતે નોંધાયો વિરોધ

0
  • પાકિસ્તાનની સુ્પ્રીમ કોર્ટે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી માટે આપી મંજૂરી
  • ભારત-પાકિસ્તાનના સંબંધો વધારે બગડવાની સંભાવના
  • ભારતે આ બાબતે નોંધાવ્યો વિરોધ

અમદાવાદ: આતંકવાદ જેવી મોટી સમસ્યાને લઈને પાકિસ્તાન અને ભારતના સંબંધ પહેલેથી જ બગડેલા છે અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પેટાચૂંટણીની પરવાનગી આપી દેવામાં આવતા સંબંધ વધારે બગડી શકે છે. પાકિસ્તાનના આ પગલાનો ભારતે વિરોધ નોંધાવ્યો છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલે સરકારને ચૂંટણી કરાવવા માટે 2018 પ્રશાસનિક આદેશમાં સુધારો કરવાની મંજૂરી આપી હતી.

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આખા કેન્દ્ર પ્રદેશ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનનું ક્ષેત્ર પણ સામેલ છે જે દેશનું અભિન્ન અંગ છે. આ બાબતે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનની સરકાર અથવા તેની ન્યાયપાલિકા પાસે ગેરકાયદે રીતે અને બળજબરી કબજા વાળા વિસ્તારમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

મહત્વનું છે કે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અસર ભારત પાકિસ્તાનના સંબંધને વધારે ખરાબ કરી શકે છે. ભારત અને ચીન વચ્ચે પણ હાલના સમયમાં સંબંધ બગડી રહ્યા છે અને તેવામાં પાકિસ્તાન આ પ્રકારનું પગલુ ન લેવુ જોઈએ.

(VINAYAK)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.