1. Home
  2. revoinews
  3. ભારતે ગોરીલા યુદ્ધ કળામાં નિષ્ણાંત સૈનિકોને ચીન સરહદે કર્યા તહેનાત, દુશ્મનને આપશે ટક્કર
ભારતે ગોરીલા યુદ્ધ કળામાં નિષ્ણાંત સૈનિકોને ચીન સરહદે કર્યા તહેનાત, દુશ્મનને આપશે ટક્કર

ભારતે ગોરીલા યુદ્ધ કળામાં નિષ્ણાંત સૈનિકોને ચીન સરહદે કર્યા તહેનાત, દુશ્મનને આપશે ટક્કર

0
  • ભારત અને ચીન વચ્ચે સંબંધો માં તણાવ
  • ગોરીલા યુદ્ધમાંમાં કુશળ સૈનિકોને ચીન સરહદે કરાયા તહેનાત
  • દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ

ભારત અને ચીન વચ્ચે સીમા પર ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે હવે ભારતે સુરક્ષા માટે 3488 કિ. મી.ની લાઇન ઓફ એકચ્યુલ કન્ટ્રોલ ની બાજુમાં તેના વિશેષ લડાઈ જવાનોને તહેનાત કર્યા છે. જે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના પશ્ચિમી, મધ્ય અથવા પૂર્વી ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરી શકે છે. ઉચ્ચ સરકારી સૂત્રોએ પણ આ વાતની પુષ્ટી કરી છે.

ભારતીય પર્વત પર સૈનિકોને ગોરીલા યુદ્ધની તાલીમ આપવામાં આવે છે. પર્વત પર લડવાનું સૌથી વધુ કઠિન અને મુશ્કેલ હોય છે. ઉતરાખંડ, ગોરખા, લડાખ, અરુણાચલ અને સિક્કીમમાં સૈનિકોને તાલિમ આપવામાં આવે છે, તેથી તેઓની લડવાની ક્ષમતા ઘણી વધારે હોય છે.

સૈન્ય માટેનો બીજો ફાયદો એ છે કે તિબેટીયન પ્લેટ ચાઇનીઝ બાજુએ સપાટ છે જ્યારે ભારતીય બાજુ કારાકોરમ ખાતેના કે શિખરથી શરૂ થાય છે. આ ઉત્તરાખંડમાં નંદાદેવી, સિક્કિમના કંચનજંગ અને અરુણાચલ પ્રદેશ સરહદે નમશે બરવા સુધીના પર્વતો છે. સાઉથ બ્લોક ચીનના નિષ્ણાંતે જણાવ્યું હતું કે, પર્વતોમાં પ્રદેશ કબજે કરવો વધુ મુશ્કેલ છે.

નોંધનીય છે કે 15 જૂનની રાત્રે ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારત ના 20 સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશવાસીઓમાં ચીન વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.