Site icon Revoi.in

કોરોના વાયરસને લઈને ભારતે SAARC સહિત પાડોશી દેશો સાથે બોલાવી બેઠક, પાકિસ્તાનને પણ અપાયું આમંત્રણ

Social Share

દિલ્હી – કોરોનાના કેસને લઈને ભારતે દક્ષિણ એશીયાઇ ક્ષેત્રિય સહયોગ સંગઠન દેશો સહિતના ઘણા પાડોશી દેશો સાથે બેઠક બોલાવી છે. આ બેઠક 22 ફેબ્રુઆરીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ બેઠકમાં પાકિસ્તાનને પણ આમંત્રણ અપાયું છે. આ પહેલા પણ કોરોનાવાયરસ સામે લડવા પીએમ મોદીના નેતૃત્વ હેઠળ બેઠક યોજાઈ ચુકી છે.

આ બેઠકમાં તમામ દેશોના હેલ્થ એક્સપર્ટ કોરોનાવાયરસ સંકટને પહોંચી વળવા તેમના વિચારો શેર કરશે. આ સભાને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સંબોધન કરશે. આમંત્રિત ઘણા દેશોએ આ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થતાં જ ભારતે પાડોશી દેશોમાં વેક્સીનની ખેપ મોકલવાનું શરૂ કર્યું હતું. હવે આ બેઠકમાં કોરોનાવાયરસ સામેની વધુ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે

ભારત કોરોનાવાયરસ સામેની લડતમાં પાડોશી દેશોને સતત મદદ કરી રહ્યું છે. ‘નેબરહુડ ફર્સ્ટ નિતી’ હેઠળ ભારતે શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને ઘણા પાડોશી દેશોમાં કોરોના વેક્સીનના લાખો ડોઝ પહોંચાડ્યા છે.

દેવાંશી-