Site icon Revoi.in

પ્રદૂષણ માટે બદનામ ભારત અને ચીન વૃક્ષારોપણમાં છે વિશ્વમાં નંબર વન!

Social Share

નાસાના એક તાજેતરના રિસર્ચમાં સામાન્ય ધારણાથી વિપરીત એવું તારણ સામે આવ્યું છે કે ભારત અને ચીન વૃક્ષો લગાવવામાં વિશ્વમાં સૌથી આગળ છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયા 20 વર્ષ પહેલાની સરખામણીએ વધારે લીલીછમ થઈ ગઈ છે. નાસાના ઉપગ્રહમાંથી મળેલા આંકડા અને વિશ્લેષણ પર આધારીત અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વૃક્ષો લગાવવાના મામલામાં આગળ છે.

અભ્યાસના લેખક ચી ચેને કહ્યુ છે કે એક તૃતિયાંશ વૃક્ષો અને ઝાડપાન ચીન તથા ભારતમાં છે. પરંતુ પૃથ્વીની જંગલ આચ્છાદીત જમીનનો નવ ટકા હિસ્સો જ આ બંને દેશો પાસે છે.

બોસ્ટન યુનિવર્સિટીના ચેનનું કહેવું છે કે વધારે વસ્તીવાળા આ બંને દેશોમાં વધારે દોહનને કારણે ભૂક્ષરણની સામાન્ય અવધારણા વચ્ચે આ તથ્ય આશ્ચર્ય પમાડનારું છે.

નેચર સસ્ટેનેબિલિટી મેગેઝીનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં પૃથ્વીના આંકડામાં 2000થી 2017 વચ્ચેના સમયગાળામાં વૃક્ષારોપણની પ્રક્રિયા પરથી ખુલાસો થયો છે કે ચીન અને ભારતમાં તેનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. વૃક્ષોથી ઢંકાયેલા વિસ્તારમાં વૈશ્વિક વધારામાં 25 ટકા યોગદાન માત્ર ચીનનું છે. ચીનમાં વૈશ્વિક વનીકરણ ક્ષેત્રનો માત્ર 6.6 ટકા હિસ્સો જ અસ્તિત્વમાં છે.

નાસાના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં 42 ટકા વન્ય વિસ્તાર અને કૃષિ ભૂમિ 32 ટકા હોવાને કારણે તે લીલુછમ બન્યું છે. જ્યારે ભારતમાં કૃષિભૂમિ 82 ટકા હોવાને કારણે આમ બન્યું છે. પરંતુ ભારતમાં વન્ય વિસ્તાર માત્ર 4.4 ટકા હિસ્સા સાથે ખૂબ ઓછો છે.

ચીન ભૂક્ષરણ, વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને ઓછું કરવાના લક્ષ્ય સાથે વન્ય વિસ્તારોને વધારવા અને તેમને સંરક્ષિત રાખવાના મહત્વકાંક્ષી કાર્યક્રમો ચલાવી રહ્યું છે. ભારત અને ચીનમાં 2000ના વર્ષ બાદથી ખાદ્ય ઉત્પાદનોમાં 35 ટકાથી વધારેની વૃદ્ધિ થઈ છે.

નાસાના અમેસ સંશોધન કેન્દ્રમાં એક સંશોધકે અને અભ્યાસના સહલેખક રમા નેમાનીએ કહ્યું છે કે જ્યારે પૃથ્વી પર વનીકરણ પહેલીવાર જોવા મળ્યું, તો અમને લાગ્યું કે આમા ગરમ અને ભેજયુક્ત જળવાયુ અને વાયુમંડળમાં વધારાના કાર્બન ડાયોક્સાઈડ ઉર્વરકતાનું કારણ છે.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે નાસાના ટેરા અ એક્વા ઉપગ્રહો પર મોડરેટ રિઝોલ્યૂશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર એટલે કે એમઓડીઆઈએસથી બે દશકાના ડેટા રોકોર્ડને કારણે આ અભ્યાસ શક્ય બની શક્યો છે. હવે આ રેકોર્ડની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે માનવ પણ યોગદાન આપી રહ્યા છે. નેમાનીએ કહ્યુ છે કે કોઈ સમસ્યાનો અહેસાસ થઈ જવાથી લોકો તેને દૂર કરવાની કોશિશ કરે છે. ભારત અને ચીનમાં 1970 અને 1980ના દશકમાં વૃક્ષો સંદર્ભે સ્થિતિ યોગ્ય ન હતી. તેમણે કહ્યુ છે કે 1990ના દશકમાં લોકોને તેનો અહેસાસ થયો અને આજે ચીજોમાં સુધારો પણ થયો છે.