1. Home
  2. revoinews
  3. ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી

0

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પુર્વ લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે અને તે બાબતે બે દેશોના અધિકારીઓ વચ્ચે વાત પણ ચાલી રહી હતી ત્યારે ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીમાં ભારતના બે સૈનિક અને એક ઓફિસર શહીદ થયા છે તો સૂત્રના કહેવા અનુસાર 4 ચીની સૈનિકો પણ શહીદ થયા છે.

ભારત અને ચીન વચ્ચે થયેલી ઝપાઝપીમાં ફાયરિંગ થયુ છે કે નહીં તે બાબતે જાણકારી બહાર આવી નથી પરંતુ હાલ તો હાથાપાઈ અને ઝપાઝપી થઈ છે તેવી જાણકારી આવી રહી છે.

ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે ગલવાન ઘાટીમાં સોમવાર રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિક વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે દરમિયાન ભારતના બે સૈનિક અને એક ઓફિસર શહીદ થયા છે.

મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે પુર્વ લદાખની બોર્ડર પર વિવાદ ચાલી રહ્યો છે અને ચીની સૈનિકો દ્વારા ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી એલએસી લાઈનને ક્રોસ કરવામાં આવી હતી. આ દરમિયાન ચીનના સૈનિકો પૈગોંગ ઝીલ ગલવાન ઘાટીમાં આવી ગયા હતા અને ચીન દ્વારા ચારથી પાંચ હજાર સૈનિકોને તૈનાત કરવામાં પણ આવ્યા હતા જેમની પાસે સૈન્ય સામાન પણ હતો.

ભારત દ્વારા સતત માગ કરવામાં આવી છે કે ચીન એપ્રિલ મહિનામાં લાગુ થયેલી સ્થિતિનું પાલન કરે અને તે બાદથી વિવાદ વકર્યો હતો. જો કે 50 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે આ રીતે ઝપાઝપી થઈ છે અને સૈનિકો શહીદ થયા છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.