1. Home
  2. revoinews
  3. હવે ભારત લઈ શકે છે આ પ્રકારના પગલા, ચીનને થશે કરોડોનું નુક્સાન
હવે ભારત લઈ શકે છે આ પ્રકારના પગલા, ચીનને થશે કરોડોનું નુક્સાન

હવે ભારત લઈ શકે છે આ પ્રકારના પગલા, ચીનને થશે કરોડોનું નુક્સાન

0

અમદાવાદ:  ચીન દ્વારા દગાબાજીથી ભારતીય સૈન્ય પર કરવામાં આવેલા હૂમલા બાદ વડાપ્રધાન મોદીએ દેશને પ્રથમવાર સંબોધ્યો અને તેમાં ચીનને સીધા શબ્દોમાં કહેવામાં આવ્યું કે ભારત શાંતિપ્રિય દેશ છે પરંતુ સમયપર જવાબ દેવાનું પણ જાણે છે.

ચીનના આ પ્રકારના વલણ બાદ ભારત સરકાર દ્વારા કેટલાક પ્રકારના પગલા લેવામાં આવી શકે તેમ છે જેમાં ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પણ રદ્ કરવામાં આવી શકે છે.

ચીનનો 1126 કરોડ રૂપિયાનો દિલ્લી-મેરઠનો RRTS પ્રોજેક્ટ પણ રદ થઈ શકે છે અને અન્ય પ્રોજક્ટને પણ તાળા મારી શકે છે. ભારતે દ્વારા આ પગલું ચીન દ્વારા બોર્ડર લેવામાં આવેલા પગલાનો જવાબ હશે.

સૂત્રોથી મળતી જાણકારી મુજબ ભારત સરકાર દ્વારા ચીનને આપવામાં આવેલા પ્રોજક્ટ પર ચર્ચા-વિચારણા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તે બંધ પણ થઈ શકે છે.

ચીનના શાંઘાઈની ટનલ એન્જિનિયરીંગ કંપની લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટની સૌથી સસ્તો બોલી લગાવવામાં આવી હતી અને આ કંપનીને કામ મળ્યા બાદ વિપક્ષ દ્વારા અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.  

મહત્વનું છે કે ભારતમાં અન્ય ચીની રોકાણને લઈને પણ સરકાર દ્વારા કેટલાક પગલા લેવામાં આવી શકે તેમ છે અને ભારતના હિતમાં તમામ પગલા લેવામાં આવશે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.