Site icon Revoi.in

ચીન પર ભારતની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, આ એપ્લિકેશન પર પણ પ્રતિબંધ

Social Share

 

નવી દિલ્લી:  ચીન ભલે વિશ્વના ગમે તે દેશ જોડે ગમે તે વર્તન કરતું હોય પણ ભારત સાથે કરેલું વર્તન તેને કેટલું ભારે પડી રહ્યું છે તે તો બસ માત્ર ચીન જ બતાવી શકે છે. ભારત સરકારે અત્યાર સુધીમાં ચીનની 100થી વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે અને હવે ચીનની ગુગલ-ટ્વીટર ગણાતી Baidu અને Weibo એપ પર પ્રતિબંધ મુક્યો છે.

આ એપ્લિકેશનને કારણે દેશની સુરક્ષા જોખમાતી હોવાને કારણે સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે સરકારે ચીનની Baidu સર્ચ અને Weibo કે જે ચીનની સૌથી પ્રભાવશાળી અને ગુગલ સર્ચ અને ટ્વીટર ગણાવી એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.

સિના કોર્પોરેશન દ્વારા Weibo 2009માં લોન્ચ કરવામાં આવી હતી, અને દુનિયાભરમાં તેનાં 500 મિલિયન કરતાં પણ વધારે યુઝર્સ છે. પીએમ મોદીએ ટ્વીટર જેવી ગણાતી ચીનની આ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના આ એકાઉન્ટમાં 2 લાખથી પણ વધારે ફોલોઅર્સ હતા પરંતુ હાલની પરિસ્થિતિને કારણે પીએમ મોદીએ આ એપ્લિકેશનથી દૂર થઈ ગયા હતા.

આ બંને એપ્લિકેશન ચીનની સૌથી મોટી ગણાતી ઈન્ટરનેટ એપ્લિકેશન છે. અને આ બંને એપ્સને ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી કાઢી દેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. તો સાથે જ ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને પણ આ બંને એપને બ્લોક કરી દેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે.

_Devanshi