- કોરોનાની કોવેક્સિનના ત્રીજા તબક્કાની શરુઆત
- દરેક લોકો વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દરેકર લોકોની આશ વેક્સિન પર બની રહી છે, વેક્સિનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે દેશમાં બાયોટેકની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ થઈ રહ્યું છે,આ કંપનીએ કોરોના વેક્સિનના રસીકરણને લઇને ICMR સાથે ભાગીદારી કરી છે. આ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ સોમવારે શરૂ થઇ ગયુ છે.
દેશીની ખુબજ નામાકિંત કંપની ભારત બાયોટેક એક વેક્સિન કંપની છે કો, જેની પાસે જૈવ સુરક્ષા સ્ટેજ-3નુ ઉત્પાદન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. વિતેલા મહિના દરમિયાન કંપનીએ જણાવ્યું હતુ કે તેમણે પહેલા અને બીજા તબકાકાનું વેક્સિનનું પરિક્ષણ સફળતાપૂર્વક પાર કર્યું છે અને 26 હજાર લોકો પર ત્રીજા તબક્કાના પરિક્ષણની તૈયારીઓ શરુ કરશે
ઉલ્લેખનીય છે કે કંપનીએ 2 ઓક્ટોબરના રોજ ભારતીય ઔષધ મહાનિયંત્રક પાસેથી કોરોના વેક્સિનના ત્રીજા તબક્કા માટે પરવાનગી માંગી હતી, જે હેઠળ કંપનીએ ત્રીજા તબક્કાના પરિક્ષણની તૈયારીઓ પુર જોશમાં ચાલુ કરી હતી જે હેઠળ વિતેલા દિવસ સોમવારથી આ પરિક્ષણનો આરંભ કરવામાં આવ્યો છે.
સાહીન-