1. Home
  2. revoinews
  3. વિવાદ ચીન અને ભારતની બોર્ડર પર અને ડરમાં છે પાકિસ્તાન, યે ડર ભારત કો અચ્છા લગા
વિવાદ ચીન અને ભારતની બોર્ડર પર અને ડરમાં છે પાકિસ્તાન, યે ડર ભારત કો અચ્છા લગા

વિવાદ ચીન અને ભારતની બોર્ડર પર અને ડરમાં છે પાકિસ્તાન, યે ડર ભારત કો અચ્છા લગા

0
  • ભારતનું ચીનને લઈને કડક વલણ
  • ભારતના ચીન પ્રત્યેના વલણથી ગભરાહટમાં પાકિસ્તાન
  • પાકિસ્તાનને છે ભારતના હૂમલાનો ડર

અમદાવાદ:  ભારત જે રીતે ચીનને ધડાધડ જવાબ આપી રહ્યું છે તેને જોઈને પાકિસ્તાનનો ડર વ્યાજબી છે. ભારત જેવો મજબૂત દેશ જો ચીનની હેકડી તોડી શકતો હોય તો પાકિસ્તાન તો.. તમે સમજી શકો છો. ભારતના ચીન પ્રત્યેના કડક વલણથી પાકિસ્તાનમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે અને તે પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનમાં દેખાય છે

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તે ભારતથી કેટલા ડરે છે તે જોવા મળ્યું. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે તણાવની વચ્ચે ભારત અમારા પર હુમલો કરી શકે છે. કુરેશીએ વધારે જણાવતા કહ્યું કે જો ભારત અમારી એમ્બેસીના લોકોને પાછા મોકલાશે તો અમે પણ તેના કર્મચારીઓને પાછા જવાનું કહીશું.

ભારતીય વાયુસેના

થોડા દિવસો પહેલા પાકિસ્તાની હાઈ કમિશનના બે કર્મચારીઓ જાસુસી કરતા પકડાયા હતા અને તે પછી બંને દેશોમાં ટેન્શન વધ્યું છે. પાકિસ્તાની એમ્બેસીના બંને અધિકારીઓ કોઈ વ્યક્તિને પૈસાની લાલચ આપી રહ્યા હતા અને સુરક્ષા દસ્તાવેજો લઈ રહ્યા હતા, ત્યારે તેઓની રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા. આ બંન્ને વ્યક્તિઓ પાકિસ્તાની એમ્બેસીમાં વિઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.

પાકિસ્તાનની આ પોલ ખુલી ગયા બાદ 15 જૂને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના બે ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જો કે ભારતના સમન્સ પછી તે ભારતીય અધિકારીઓને સહીસલામત ભારતીય દૂતાવાસ મોકલી દેવામાં આવ્યા હતા. ભારતે સમન્સમાં પાકિસ્તાનને કહ્યું હતું કે ધરપકડ કરાયેલા અધિકારીઓને હેરાન ન કરે તેમજ તેમની કોઈ પણ રીતે પૂછપરછ થવી જોઈએ નહીં.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.