Site icon hindi.revoi.in

પરિવાર નાનો રાખવો દેશભક્તિ: પીએમ મોદી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં ઘણાં મહત્વના વિષયો પર ચર્ચા કરી છે. તેમા સતત વધી રહેલી વસ્તીના મુદ્દા પર ચોટદાર વાત કરી છે.

દિલ્હીના લાલકિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ વસ્તી વિસ્ફોટની સમસ્યા પર પ્રહાર કરતા કહ્યુ છે કે ઝડપથી વધતી વસ્તી પર આપણે આગામી પેઢી માટે વિચારવું પડશે. મર્યાદીત પરિવારથી જ માત્ર પોતાનું જ નહીં, પણ દેશનું પણ ભલું થવાનું છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે જે નાના પરિવારનો ફાયદો લોકોને સમજાવી રહ્યા છે, તેમને આજે સમ્માનિત કરવાની જરૂરત છે. નાના પરિવાર રાખનારા દેશભક્તની જેમ છે. ઘરમાં કોઈપણ બાળકના આવતા પહેલા વિચારો કે શું આપણે તેના માટે તૈયાર છીએ, તેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આપણે તૈયાર છીએ.

Exit mobile version