Site icon Revoi.in

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

Social Share

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ મળીને કરવાનું છે. દેશના વડાપ્રધાન પણ દેશના એક બાળક છે. આગામી દિવસોમાં આપણે ઘણાં કામ કરવાના છે.

પીએમ મોદીની મોટી ઘોષણાઓ-

1.5 લાખ હેલ્થ સેન્ટર બનાવવા પડશે

દર ત્રણ લોકસભા વચ્ચે એક મેડિકલ કોલેજની સ્થાપના કરવી પડશે

2 કરોડથી વધારે લોકો માટે ઘર બનાવવાના છે

15 કરોડ મકાનોમાં પીવાનું પાણી પહોંચાડવાનું છે

સવા લાખ કિલોમીટર ગામની સડકો બનાવવાની છે

દરેક ગામને બ્રોડબેન્ડ અને ફાઈબર કનેક્ટિવિટીથી જોડવાના છે

50 હજારથી વધારે નવા સ્ટાર્ટ અપની જાળ બિછાવવાની છે

દરેક ઘરે પાણી માટે પીએમએ કર્યું મિશનનું એલાન

પીએમ મોદીએ કહ્યુ છે કે આપણી સરકારે દેશમાં ગરીબી ઓછી કરવાની દિશામાં આગળ પગલું વધાર્યું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે અત્યાર સુધી દરેક પક્ષની સરકારે દેશની ભલાઈમાં કંઈને કંઈ કર્યું છે, પરંતુ હજીપણ 50 ટકા લોકોના ઘરોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. લોકોને પીવાના પાણી માટે ઘણાં પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમારી સરકાર હવે દરેક મકાનમાં જળ તરફ પગલું આગળ વધારી રહ્યા છે. પીએમએ આ દરમિયાન જળ જીવન મિશનનું એલાન કર્યું અને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના બજેટનું એલાન કર્યું છે. તેના પ્રમાણે, જળ સંચય, સમુદ્રી પાણીનો ઉપયોગ, વેસ્ટ વોટરનો ઉપયોગ, ઓછા પાણીમાં ખેતી સંદરર્ભે લોકોની વચ્ચે જાગરૂકતા ફેલાવવામાં આવશે. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો છે કે એક સંતે એકસો વર્ષ પહેલા જ કહી દીધું હતું કે એક દિવસ આવશે કે જ્યારે પાણી કિરાણાની દુકાનમાં વેચાશે.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે આઝાદીના 75 વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે વ્યવસ્થામાં પરિવર્તન થવું જરૂરી છે અને આ ભ્રષ્ટાચારથી મુક્ત થવું જોઈએ. આપણા આ મિશનમાં જે રુકાવટ બનેલી રહી હતી, અમે તેમની છૂટ્ટી કરી દીધી અને કહ્યુ છે કે તમારો માર્ગ અલગ છે. દેશમાં ભાઈ-ભત્રીજાવાદ એક ઉધઈની જેમ છે. આ બીમારીને ભગાડવી જરૂરી છે.