Site icon hindi.revoi.in

કોરોનાના વૃદ્ધ દર્દીઓમાં ઈમ્યુનિટિ વધારે છે બીસીજી વેક્સિન – ICMR

Social Share

 

કોરોના સામેની લડતામાં આઈસીએમઆર એ એક મોટા રાહતના સમાચાર આપ્યા છે, મળતી માહિતી પ્રમાણે હવે ક્ષય રોગમાં વાપરવામાં આવતી વેક્સિન હવે કોરોના સામે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ સાબિત થી છે, ઉંમર ઘરાવતા લોકોમાં તેની વધુ ફાયદાકારક અસર જોવા મળી છે,

વૈજ્ઞાનિકો બીસીજી વેક્સિનની અસરને લઈને ટી સેલ્સ, બી સેલ્સ, શ્વેત રક્તકણો અને ડેંડ્રિટિક સેલ પ્રતિરક્ષાની આવૃત્તિઓને લઈને સતત તપાસ કરી રહ્યા છે.આ ઉપરાંત કોઈ તંદુરસ્ત વૃદ્ધ કે જેની આયુ 60-80 વર્ષની વચ્ચે છે તેની સંપૂર્ણ એન્ટિબોડી સ્તરનું પણ નિરિક્ષણ કરી રહ્યા છે.

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો અથવા કોમોર્બિડિટીઝ જેવી ગંભીર બિમારીઓ પીડિત વૃદ્ધો લોકોમાં કોરોના વાયરસ વધુ ઘાતક બનતો જોવા મળે છે. સંશોધનકારો એ હવે શઓધી કાઢ્યું છે કે, બીસીજી વેક્સિન વધેલા જન્મજાત અને મેમરી સેલ સબસેટ્સ સાથે સંકળાયેલું હોય છે.

ઉલ્લેખનીય છે કે, બીસીજીની વેક્સિન કેન્દ્રના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામના ભાગ રૂપે નવજાત શિશુને આપવામાં આવે છે, જે 50 વર્ષ પહેલાં લોનેચ કરાઈ હતી. આઇસીએમઆરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શોધ દરમિયાન એ વાત જાણવા મળી છે કે, બીસીજી વેક્સિન મેમરી સેલ્સ પ્રતિક્રિયાઓને  પ્રેરિત કરે છે અને વૃદ્ધોમાં કુલ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે.

જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલા રિસર્ચમાં 86 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 54 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે અને 32 લોકોને ડોઝ નથી આપવામાં આવ્યો. વેક્સિન આપ્યાના એક  એક મહિના પછી તમામ વેક્સિન અપાયેલી વ્યક્તિઓનું અનુસરણ કરવામાં આવ્યું હતું. બીસીજી વેક્સિન જૂથમાં મધ્યમ વય 65 વર્ષ હતી, અને જે લોકોને વેક્સિન નહોતી આપવામાં તેમની સરેરાશ વય 63  વર્ષ હતી. બીસીજી વેક્સિનના પરિણામો જાણવા માટે અન્ય કેટલાક ક્લિનિકલ ટ્રાયલ હાલ પણ ચાલુ છે.

સાહીન-

Exit mobile version