- ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ શશિકલાની 2 હજાર કરોડની સંપત્તી જપ્ત કરી
- શશિકલાની 2 હજાર કરોડની સંપ્તી જપ્ત
- આવકવેરા વિભાગ એ સંપત્તી જપ્ત કરી
- જયલલિતાની સાથી હતી શશિકલા
આવક વેરા વિભાગ એ બુધવારના રોજ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સહયોગી શશિકલા પર મોટી કાર્યવાગી કરી છે, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ તમિલનાડુના કોડાનાડ અને સિરુથવૂક ક્ષેત્રોમાં પૂર્વ સીએમ જે જયલલીતાની સાથી શશિકલા સાથે સંકળાયેલી સંપત્તીને પર કબ્જો મેળવ્યો હતો, સમગ્ર સંપત્તી મળીને કુલ 2 હજાર કરોડની સંપત્તી જપ્ત કરી છે.
આવકવેરા વિભાગ દ્વારા કબજે કરવામાં આવેલી સંપત્તિઓની સંપૂર્ણ વિગતો હજી ઉપલબ્ધ થઈ નથી. આવકવેરા વિભાગ દ્રારા વિતેલા મહિને જ શશિકલાની કરોડોની સંપત્તિ પર દરોડા પાડીને જપ્ત કરવામાં આવી હતી. વિતેલા મહિના સપ્ટેમ્બરમાં લગભગ 300 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
વિતેલા વર્ષે 1500 કરોડની સંપત્તી જપ્ત કરવામાં આવી હતી
આ પહેલા વિતેલા વર્ષ દરમિયાન નવેમ્બર મહિનામાં ઈન્કમટેક્સ વિભાગ દ્રારા શશિકલાની 1500 કરોડ રુપિયાની સંપત્તી પર કબજો કર્યો હતો, વી.કે. સાસિકલા અને તેના સાથે જોડાયેલા લોકોની માલિકીની મિલકતો પર દરોડા પાડતી વખતે એજન્સીને ખાસ દસ્તાવેજો મળ્યા હતા. આ સંપત્તિ બેનામી એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
સાહીન-