1. Home
  2. revoinews
  3. વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી પીએમ મોદી ઈન્ડિયા ગ્લોબલ વીકનું કરશે ઉદ્ધાટન-વારાણસીની એનજીઓ સાથે કરશે ચર્ચા
વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી પીએમ મોદી ઈન્ડિયા ગ્લોબલ વીકનું કરશે ઉદ્ધાટન-વારાણસીની એનજીઓ સાથે કરશે ચર્ચા

વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી પીએમ મોદી ઈન્ડિયા ગ્લોબલ વીકનું કરશે ઉદ્ધાટન-વારાણસીની એનજીઓ સાથે કરશે ચર્ચા

0
  • પીએમ મોદી સંસદીયક્ષેત્ર વારાણસીની અનજીઓ સાથે વાત કરશે
  • વીડીયો કોન્ફોરન્સના માધ્યમથી એનજીઓ સાથે કરશે વાતચીત
  • ઈન્ડિયા ગ્લોબલ વીકનું ઉદ્ધાટન કરશે
  • ઈન્ડિયા ગ્લોબલ વીક 2020 માં 30 દેશોના 5000 લોકો ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી એનજીઓ અને ઈન્ડિયા ગ્લોબલ વીક 2020નું ઉદ્ધાટન સમારોહને સંબોધિત કરશે,તે સાથે જ દેશના વડાપ્રધાન એનજીઓ પાસેથી લોકડાઉનના સમયે લેવામાં આવેલ રાહત કાર્યો વિશે પણ વાત કરશે.

આ પહેલા પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના એક એનજીઓમાંથી 11 વાગ્યે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી વાતચીત કરશે,ત્યાર બાદ બપોરના 1 વાગ્યેને 30 મિનિટે તેઓ ઈન્ડિયા ગ્લોબલ વીક 2020નું ઉદ્ધાટન કરી આ કાર્યક્રમને સંબાધિત કરશે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના એનજીઓમાંથી લોકડાઉનના સમય દરમિયાન રાહત પેકેજ અને ખાણી-પીણાના સામાનના વિતરણની માહિતી મેળવશે,તેઓ એનજીઓનો અનુભવ જાણશે,તેની સાથે સાથે કેટલીક સલાહ લઈને વારાણસીવાસીઓને કેટલીક અપીલ કરવામાં આવી શકે છે.

ત્યાર બાદ નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગ્લોબલ વીક 2020ના સમારોહને સંબોધિત પણ કરશે,આ કાર્યક્રમમાં તેઓ વલર્ચ્યુઅલી રીતે ભાગ લેનાર છે,આ ત્રણ દિવસીય વર્ચુઅલ કોન્ફરન્સની થીમ ‘બી ઘ રિવાઇવલ: ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ ‘ છે. ઈન્ડિયા ગ્લોબલ વીક 2020 માં 30 દેશોના 5000 લોકો ભાગ લેશે.

કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 202મા 250 ગ્લોબલ સ્પીકર સેશન કરવામાં આવશે,પીએમ મોદી તરફથી આત્મનિર્ભર ભારતનું મંત્ર આપવામાં આવશે,તેઓ વિશ્વના તમામ સ્પીકરને જણાવશે કે ,કઈ રીતે ભારત આત્મનિર્ભર તરફ આગળ વધી શકે છે.તે માટે શું-શું પગલા લેવા જોઈએ

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.