1. Home
  2. revoinews
  3. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપ તમામ મોરચે એક પગલું રહ્યું આગળ
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપ તમામ મોરચે એક પગલું રહ્યું આગળ

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપ તમામ મોરચે એક પગલું રહ્યું આગળ

0

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો વિજયી થયાં હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી શક્તિસિંહનો વિજય થયો હતો. જ્યારે સિનિયર નેતા ભરતસિંહને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ઉમેદવારોના જીત માટે જે રણનીતિ તૈયાર કરાઈ તેનો અમલ કરતા કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લે સુધી રણનીતિમાં ફેરફાર કરવા પડ્યાં હતા. તેમજ ભાજપ દ્વારા ગોઠવવામાં આવેલા ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ હતી.

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા સૌ પ્રથમ રાજકોટના જાણીતા વકીલ અને બ્રહ્મ સમાજના આગેવાન અભય ભારદ્વાજ અને આદિવાસી મહિલા આગેવાન રમીલાબેન બારાના નામની જાહેરાત કરી હતી. જેથી કોંગ્રેસે હાશકારો અનુભવ્યો હતો અને બે-બે સીટ ભાજપ અને કોંગ્રેસને મળશે તેમ મનાતું હતું. કોંગ્રેસે સિનિયર નેતા શક્તિસિંહ અને ભરતસિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યાં હતા. જો કે, અચાનક ભાજપ દ્વારા ત્રીજા ઉમેદવાર તરીકે સિનિયર નેતા નરહરી અમીનના નામની જાહેરાત કરતાની સાથે જ રાજ્યસભાની ચૂંટણીને લઈને અચાનક નવો વળાંક આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક એમ કોંગ્રેસના પાંચેક ધારાસભ્યોએ પંજાનો સાથ છોડીને રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું.

કોરોના મહામારીને પગલે માર્ચમાં યોજાનારી ચૂંટણી મોકુફ રહેતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકડાઉનમાં લોકોની સેવાની કામગીરીમાં જોતરાયાં હતા. અનલોકના અમલ થતાની સાથે જ રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા ફરીથી ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી. જો કે, કોંગ્રેસ કોઈ યોગ્ય રણનીતિ તૈયાર કરે તે પહેલા જ બે દિવસમાં જ એક-બે નહીં પરંતુ 3 ધારાસભ્યોએ રાજીનામાં આપતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાયું હતું. તેમજ બીજા ઉમેદવારની જીત સામે સવાલો ઉભા થયાં હતા. જેથી કોંગ્રેસ દ્વારા પ્રથમ ઉમેદવાર તરીકે શક્તિસિંહના નામની જાહેરાત કરી હતી. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા ખરીદ વેચાણના ભાજપ સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતા. તેમજ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યાં હતા. ભાજપ દ્વારા પણ ઉપર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યાં હતા. તેમજ કોંગ્રેસ ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષપ કર્યાં હતા.

કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના દાવા કરીને કોંગ્રેસ ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. ભાજપના નિવેદનોના પગલે દબાણમાં આવી ગયેલી કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એક સાથે રાખ્યાં હતા. એટલું જ નહીં રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ તમામને અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. તેમજ તેમના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યાં હોવાની અટકળો વહેતી થઈ હતી. ગઈકાલે સવારથી જ રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં એક-એક મત મહત્વોનો હોવાથી ભાજપના ચારેક બીમાર ધારાસભ્યો પણ વ્હીલચેર અને એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે વિધાનસભા સંકુલ પહોંચ્યાં હતા. તેમજ મતદાન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્યોને સીધા વિધાનસભા સંકુલ લાવ્યાં હતા.

કોંગ્રેસના બીજા ઉમેદવારની જીત માટે બીટીપી, એનસીપી અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મતની જરૂરીયાત હતી. એનસીપીના ધારાસભ્યએ ભાજપના ઉમેદવારને જ્યારે જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં ભાજપ દ્વારા ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે રણનીતિમાં થોડા ફેરફાર કરીને પ્રથમ તેમને પ્રેફરન્સ વોટ આપવામાં આવ્યાં હતા. બીટીપીના બે ધારાસભ્યો કોને મતદાન કરશે તેને લઈને ભારે અસમંજસની પરિસ્થિતિ ઉભી થઈ હતી. અહીં પણ ભાજપની રણનીતિ સફળ રહી હોય તેમ બીટીવીના બે ધારાસભ્યોએ મતદાન કરવાનો ઈન્કાર કર્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ બીટીપીના આગેવાન છોટુ વસાવા સાથે બંધબારણે બેઠક યોજી હતી. જો કે, બીટીપીએ મતદાનનો ઈન્કાર કરતાની સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાતી હતી. જો કે, કોંગ્રેસે હાર ન માની હોય તેમ મતગણતરી પહેલા ભાજપના બીમાર ધારાસભ્યોના પ્રોકસી વોટને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જો કે, ચૂંટણી પંચે વાંધા ફગાવી દેતા કોંગ્રેસની પીછેહઠ થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.