Site icon hindi.revoi.in

વરસાદની ઋતુમાં આ ખાણી-પીણીઓનું સેવન કરશો તો ક્યારેય નહીં પડો બીમાર

Social Share

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વરસાદની શરૂઆતથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળે છે પરંતુ આ ઋતુમાં ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણકે આ ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો તેમજ વાયરલ ઇન્ફેકશનમાં પણ વધારો થાય છે. જેથી આ ઋતુમાં લાકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેવી પડે છે અને ખાણી-પીણી બાબતે પણ સાવચેતી રાખવી પડે છે. વરસાદની ઋતુમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન….

બાફેલા શાકભાજીનું સેવન કરો :

ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજીને બાફીને ખાવા જોઇએ. શાકભાજીને થોડાક જ બાફીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે. તેમજ શરીર માટે હાનિકારક જીવાંણુ નાશ પામે છે.

તુલસી અને આદુવાળી ચા :

વરસાદ આવેને લોકો ગરમાગરમ ખાવાનું અથવા પીવાનું આહારમાં લેતા હોય છે, ત્યારે વરસાદમાં એક ગરમા ગરમ ચા મળી જાય તો બીજું શું જોઇએ? પરંતુ જો તુલસી અને આદુવાળી ચા પીવામાં આવે તો તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટના કારણે વાયરલ ઇન્ફેકશનથી બચી શકાય છે.

ડ્રાય ફ્રુટ્સ ખુબ જ લાભદાયી :

ડ્રાય ફ્રુટ્સ એ દરેક ઋતુ માટે ફાયદાકારક છે. પરંતુ ચોમાસાની ઋતુમાં ડ્રાય ફ્રુટ્સને સૌથી વધુ ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય છે. જે શરીરથી રોગોને દૂર રાખે છે.

સૂપ :

વરસાદની ઋતુમાં લોકોને ગરમાગરમ અને ચટાકેદાર ખાવાનું પસંદ હોય છે. વિવિધ લીલા શાકભાજી અને ફળોના સૂપ બનાવીને પીવાથી ભરપૂર માત્રામાં વિટામીન અને ન્યુટ્રીશન મળે છે. તેમજ તે પચવામાં પણ હળવા હોય છે.

Exit mobile version